________________
૨૫૦
મૂળ જૈન ધર્મ અને
જતાં અનુભવે તેને શિખડાવ્યું કે વર્તમાન સમયમાં જિનક૯૫ ચલાવવો સહેલો નથી.
એક વ્યક્તિ ગમે તેવું પણ આયરણ કરી શકે છે પણ એવા જ આચરણ કરવાવાળાની પરંપરા ચાલુ રાખવી તે સહેલું નથી. પરિણામ સ્વરૂપે તેમણે પિતાના માર્ગને સ્થવિર માર્ગમાં પરિણિત કર્યો. અને એ ઉત્સર્ગ માર્ગ પાળી ન શકે તેમના માટે આચારાંગ સૂત્ર અનુસાર કંઈક વસ્ત્રપાત્ર રાખવાની વ્યવસ્થાવાળો અપવાદ માર્ગ નિયત કર્યો.
દક્ષિણમાં જવાનું કારણ - શિવભૂતિના સંપ્રદાયને ઉદ્ભવ ઉત્તરાપથમાં થયો હતો પણ ત્યાં તેને અધિક પ્રચાર થઈ શકે નહિ, કારણ સ્પષ્ટ છે. તે વખતે પ્રાચીન
સ્થવિર સંધનું પૂર્ણ પ્રાબલ્ય ત્યાં ફેલાયેલું હતું. મથુરાની આસપાસના ૮૬ ગામમાં જૈન ધર્મ રાજધર્મના રૂપમાં મનાતે હતો. કોથતિમાં શિવભૂતિને કે તેમના અનુયાયીઓને ત્યાં ટકવું ઘણું કઠિન હતું.
એ કઠિનાઈના લીધે એ સંપ્રદાયે ઉત્તરાપથથી હઠીને દક્ષિણ પથની તરફ પ્રયાણ કર્યું. ત્યાં આજીવિક સંપ્રદાયના પ્રચારના કારણે પહેલેથી જ નગ્ન સાધુએ તરફ સાધારણ જનતાને સદ્ભાવ હતા. ત્યાં જવાથી એ સંપ્રદાયની પણ સારી કદર થઈ અને ધીરે ધીરે તે પગભર થઈ ગયો. સંપ્રદાયવાળાઓએ પિતાના સંપ્રદાયનું નામ મૂળસંઘ રાખ્યું હતું પણ દક્ષિણમાં ગયા પછી તેઓ “યાપનીય તથા ખમણ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા.
દિગંબર સંપ્રદાયનું પૂર્વનામ “યાપનીય સંઘ” હતું. તે સંધ વેતાંબર પરંપરાના આચાર વિચારનું અનુસરણ કરવાવાળા હતા તેમજ કેટલાક જૈન આગમને પણ માનવાવાળા હતા. પરંતુ પાછળનાં દિગંબરાચાર્યો યાપનીય-સંઘ સાથે તેમને પૂર્વ સંબધ ભૂલી ગયા. અને યાપનીય સંધ નગ્નતાના સમર્થક હોવા છતાં પણ શ્વેતાંબરોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org