________________
હાલને સંપ્રદાય પ્ર. ૧૬
૨૪૩ - રાજાના એક અંગરક્ષક હતા. તે સાધુઓની પાસે ધર્મ સાંભળીને શ્રાવક થઈ ગયા. એની એ જ આજીવિકા હતી તેથી તે તેની તલવાર લોખંડને બદલે કાખની રાખતો હતો. તેના મિત્રે રાજાને કહી દીધું કે એ તો લાકડાની તલવાર રાખે છે. રાજાએ તેની તલવાર બતાવવા કહ્યું. શ્રાવકે સમ્યગ્દષ્ટિ દેવતાનું સમરણ કરીને તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી તે લોઢાની તલવાર નીકળી.
રાજાએ પેલા ચાડી ખાનાર પુરુષ તરફ જોયું તો તે ખસિયાણે પડી ગયો. ત્યારે શ્રાવકે રાજાના ચરણોમાં નમન કરીને સત્ય વાત કહી દીધી. તેને ચંડકર્ણ નામને પુત્ર હ. તેણે દીક્ષા લઈને બેટિકોની ઉત્પત્તિ કરી.
આ પ્રમાણે વેતાંબર પ્રાચીન સાહિત્યમાં શિવભૂતિના પિતાને વૃત્તાંત છે.
શિવભૂતિના વૃત્તાંત ઉપર
શ્રી કલ્યાણવિજયજીની સમીક્ષા શ્વેતાંબરાચાર્યોએ લખેલ શિવભૂતિનું વૃત્તાંત અક્ષરશ: સત્ય હેવાનો ભલે આપણે દાવો ન કરીએ પરંતુ તેના પિતા અગરક્ષક હતા, તેની સહસ્ત્રમલ તથા ચંડકર્ણ જેવી ઉપાધિઓ તથા દીક્ષા લીધા પછી રાજાની તરફથી અમૂલ્ય કેબલની ભેટ ઇત્યાદિ એવી વાત છે કે શિવભૂતિ રાજ કર્મચારી દેવાની અને કુટુંબના અપમાનથી ઘર છોડી ચાલી નીકળવાની વાત માનવામાં સંદેહ રહેતો નથી.
અને એવા રાજા માન્ય મનુષ્યને રાજા તરફથી મળેલી ભેટ સંબંધમાં ગુરુનો ઉપાલંભ તથા એ ચીજને નાશ કરી દે એ પણ અવશ્ય અપમાનજનક ઘટના છે. આ ઘટનાથી ઉત્તેજિત થઈને શિવભૂતિ ગુરુની વિરુદ્ધ થાય અને તે પણ વસ્ત્રના સંબંધમાં જ વિરુદ્ધ થાય તે પણ સ્વાભાવિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org