________________
૨૪૨
મૂળ જેને ધર્મ અને
જો કે તેની ઈચ્છા વસ્ત્ર રાખવાની નહોતી પણ શિવભૂતિએ કહ્યું–રહેવા દે. આ તને દેવતાએ આપ્યું છે.
શિવભૂતિએ કડકુંડ અને વીર નામના બે શિષ્ય કર્યા. અને ત્યાંથી પરંપરા ચાલી.
ભાષ્યનો પાઠ “કેડિનકોર વીરા” છે. ચૂકારે “કોડિન્ન” “કોટવરા” એમ પદચ્છેદ કર્યો છે. અને શિવભૂતિના શિષ્ય લખ્યા છે. પરંતુ અમારા વિચારથી કોડિનકોરૂ એ કુંડમુંડનું અપભ્રંશ છે અને
વીર” એ વીરનંદી, વીરસેન કે તેને મળતા નામવાળા આચાર્યનું નામ છે. ભાષ્યમાં તેને શિવભૂતિના શિષ્ય લખ્યા નથી પણ
પરંપરાસ્પર્શક ” લખેલ છે. એથી સ્પષ્ટ છે કે શિવભૂતિના દીક્ષા શિષ્ય નહિ પણ પરંપરા શિષ્ય હતા. ખૂબ પ્રસિદ્ધ થવાથી અથવા દિગંબર શાખામાં મહત્વપૂર્ણ કાર્યકર હોવાથી ભવિષ્યકારે શિવભૂતિની પછી તેને નામેલ્લેખ કર્યો છે.
બેટિક શિવભૂતિઓ તથા ઉત્તરાએ પિતાની તર્કબુદ્ધિથી રથવીરપુરમાં આ મિથ્યાદર્શન ઉત્પન્ન કર્યું. - બેટિક શિવભૂતિથી બેડિલિંગની ઉત્પત્તિ થઈ અને કેડિન કોરવીર પરંપરા સ્પર્શક ઉત્પન્ન થઈ.
- આ પ્રમાણે વેતાંબર ગ્રંથમાં દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિ સંબંધમાં મૌલિક વૃતાંત છે. પછીના ગ્રંથકારેએ જે કંઈ પણ આ વિષયમાં લખ્યું છે તે સર્વ આ વૃતાંતના આધાર પર લખ્યું છે.
શિવભૂતિના પિતાને વૃત્તાંત પંચક૯૫ ચૂર્ણમાં શિવભૂતિનું નામ “ચંડકણું” એમ બતાવ્યું છે અને ત્યાં તેના પિતાના સંબંધમાં પણ થોડે વૃત્તાંત લખેલ છે તે વાંચકોના અવલોકનાથે અહીં લખેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org