________________
પ્રકરણ પંદરમું
જિનકલ્પ જિનકલ્પ કે જિનકલ્પી શબ્દ જ ભગવાન મહાવીરના વખતમાં કયાં ય વપરાયેલ નથી. એક પણ અંગસૂત્રમાં જિનક૯પી શબ્દનું નામનિશાન નથી. તેમ નગ્નત્વ એ જિનકલ્પીને જ આચાર નહિ પણ સમસ્ત સાધવર્ગ માટેને આચાર છે તે વાત આચારાંગ સૂત્ર તેમ જ કલ્પસૂત્ર સાબિત કરે છે.
જ્યારે સચેલકત્વને આગ્રહ પ્રગટયે ત્યારે પણ અચેલકત્વને તદ્દન નાબુદ કરી શકાયું નહિ. તેથી સામાન્ય હલકી સંઘયણવાળા સાધુથી પાળી ન શકાય તેવા કડક આચારના નિયમ જિનકલ્પી માટેના છે એમ ઠરાવીને જિનકલ્પી આચાર જૂદો બનાવ્યો.
જિનક૯૫ સંબંધી મતભેદની શરૂઆતની વિગત આગળ “પ્રાચીન કોણ” નામના પ્રકરણ નં. ૨ માં અપાઈ ગઈ છે.
- આચારાંગ સૂત્રમાં
જિનકલ્પની વાતજ નથી. સાધુના આચાર માટેના મૂળ સૂત્ર આચારાંગ સત્રમાં જિનકપીના જુદા આચાર માટેની વાત જ નથી. પણ સૂત્રે પુસ્તકારૂઢ થયા તે પહેલાં તે જિનકલ્પીની વાત કહેતાંબરોમાં રૂઢ થઈ ગઈ હતી અને તેથી ગુરુ શિષ્ય વચ્ચે તે બાબત સ્પષ્ટ કરવા માટેની પ્રશ્નોત્તરી ચાલી હોય તે સંભવિત જ છે. અને સૂવે પુસ્તકારૂઢ થતી વખતે તે પ્રશ્નોત્તરી ભગવતી સૂત્રમાં ઘુસી જાય તે સ્વાભાવિક છે.
. જિનકપ પાછળથી ઠરાવાયે તત્વાર્થ સૂત્રની ટીકામાં નગ્નપરિસહ અર્થ કરતી વખતે સિદ્ધસેનગણિએ નો અર્થ ઉપજાવી જિનકલ્પને જુદું જ ઠરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org