________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૬
૨૩૯
==
=
કાળસામ્યને વિચાર કરતાં સમજાય છે કે ઉક્ત મૂતિવાળા તથા ગચ્છના આદિ પુરુષ એ જ આર્ય કૃણ હતા કે જેના શિષ્ય શિવભૂતિએ જિનકલ્પને સ્વીકાર કર્યો હતો.
દિગંબર આચાર્યોએ નિયમપૂર્વક શૌરસેની ભાષાને સૌથી અધિક આદર કર્યો છે તે શૌરસેની ભાષા મથુરા અને તેની આસપાસના પ્રદેશમાં પ્રાચીન કાળથી ચાલુ હતી. તેથી એમ સમજાય છે કે દિગંબર શાખાનું મૂળ ઉદ્દભવ સ્થાન શુરસેન દેશ હતો કે જેની રાજધાની મથુરા હતી.
શિવભૂતિને વૃતાંત છે. આવશ્યક મૂળ ભાષ્ય અને ચૂર્ણમાં આપેલ છે તે વૃતાંત જેમને તેમ ઈતિહાસ વિશારદ પં. શ્રી કલ્યાણ વિજ્યજી મહારાજે શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા જાણી શકાય તેટલા માટે પ્રસિદ્ધ કરેલ છે. તે વૃતાંતને અનુવાદ હું અહીં આપું છું.
શિવભૂતિનું વૃતાંત ભગવાન મહાવીર સિદ્ધ થયાને ૬૦ વર્ષ વ્યતીત થયા ત્યારે રવીરપુરમાં બેટિક (દિગંબર)નું દર્શન ઉત્પન્ન થયું. રથવીરપુર નગર હતું. ત્યાં દીપક નામનું ઉધાન હતું. આર્ય કૃષ્ણ નામના આચાર્ય ત્યાં પધાર્યા.
ત્યાં સહસ્ત્રમલ શિવભૂતિ નામના એક આદમી રહેતા હતા. એક સમયે તેમની સ્ત્રીએ તેની સાસુને ફરિયાદ કરતાં કહ્યું –એ હંમેશાં અરધી રાત્રે ઘેર આવે ત્યાં સુધી હું ભૂખી જાગતી બેસી રહું છું.
સાસુએ કહ્યું–આજે બારણું બંધ કરીને સુઈ જજે. હું જાગીશ.
તે સુઈ ગઈ. મધરાતના સમયે તેણે બારણું ખખડાવ્યાં. ત્યારે માતાએ ફિટકાર આપતાં કહ્યું–અત્યારે જ્યાં બારણું ખુલ્લાં દેખાય ત્યાં ચાલ્યા જા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org