________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૪
૨૨૭
તેમણે ઉસૂત્ર પ્રરૂપણ કરી છે તે બતાવવાને માટે જ આ છઠો પ્રશ્ન મૂકાયેલ છે.
તીર્થકર ભગવાન મુહપત્તિ બાંધતા નહેતા તેમ હાથમાં પણ રાખતા નહોતા એમ જૈનેના સર્વ સંપ્રદાય માને છે. સ્થાનકવાસી પણ માને છે. ત્યારે તેઓએ તેમના સાધુઓની આ પ્રવૃત્તિને વાડી કાઢવી જોઇએ એ તેમનું કર્તવ્ય થઈ પડે છે.
સ્થા. પં. મુનિશ્રી પાર્શ્વકુમારજી પણ સમ્યગદર્શન પત્રમાંના તેમના લેખમાં કબૂલ કરે છે કે તીર્થકર ભગવાન મુહપત્તિ કે રજોહરણ ધારણ કરતા નથી. વળી તેની પુષ્ટિમાં તેઓ જણાવે છે કે ભગવાન મહાવીર નગ્ન અને મુહપત્તિ રજોહરણ રહિત હતા માટે જ ગ્રામરક્ષકો તેમને ઓળખી નહિ શકવાથી તેઓ કોણ છે એમ પ્રશ્ન કરતા હતા. મુહપત્તિ રજોહરણુ ભગવાન પાસે હેત તો ગ્રામરક્ષક તેમને તુરત ઓળખી શકત અને તેથી તેને પ્રશ્ન કરવાની જરૂર રહેત નહિ.
સાતમા પ્રશ્નનું સમાધાન શ્વેતાંબર મૂર્તિપૂજકોએ દિગંબર સામેના પોતાના એકાંત આગ્રહને અનુસરીને પોતાની વેતાંબર માન્યતાને પુષ્ટ કરવા કથા સાહિત્યમાંથી નગ્ન સાધુની વાતે સદંતર કાઢી નાખી છે અથવા તો મૂળ નગ્ન સાધુને શ્વેતાંબર બનાવી દીધેલ છે, અને જિનકલ્પીપણું તે વિચ્છેદ ગયાની વેતાંબરેએ મેટી ઘોષણા કરી હેવાથી જિનકલ્પી સાધુની કોઈ કથામાં વાત જ ન હેય તે સ્વાભાવિક છે.
છતાં એટલું ય સદ્દભાગ્ય છે કે કાલાસ્યષિ પુત્ર અણુગારની વાત જેવી રડીખડી કથા તેમણે કાયમ રાખી છે.
આઠમા અને નવમા પ્રશ્નનું સમાધાન આઠમા અને નવમા પ્રશ્નમાં ગૃહસ્થને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે તે સાધુ વેષ ન પહેરે ત્યાં સુધી તેમને વંદન ન કરાય તે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org