________________
(૨૨૨
મૂળ જૈન ધર્મ અને
શ્રી ઋષભદેવ ભગવાનના દેહનું વર્ણન કરતાં લખ્યું છે કે કુલિન પુરુષનું ચિન્હ-ગુહોન્દ્રિય અશ્વની પેઠે ગુહ્ય છુપાયેલી હોય તેથી તે નગ્ન અથવા અશિષ્ટ ન દેખાય !
ભારતક્ષેત્રના સર્વ પુરુષોને આકાર કુદરતી રીતે જ એક સરખે છે. તેમાં કોઈ પણ કુલિન પુરુષના લિંગને આકાર અશ્વ જેવો હોય તેવું ક્યાંય પણ કેઈએ પણ લખ્યું નથી કે જણાવ્યું નથી. આવું માનવું એ તો કુદરત વિરુદ્ધની માન્યતા થઈ. અને પુરુષને ઘોડાની સાથે સરખાવવાની વાત થઈ. એ તે સર્વ રીતે અયોગ્ય અને કોઈ પણ બુદ્ધિમાન પુરુષ ન માની શકે તેવી વાત છે.
ચોથા બચાવને જવાબ (૪) જિનક૯પી શબ્દ જ ભગવાન મહાવીરના વખતમાં કયાં ય વપરાયેલો નથી. એક પણ અંગસૂત્રમાં જિનક૯પી શબ્દનું નામનિશાન નથી. તેમ નગ્નવ એ જિનકપીને જ આચાર નહિ પણ સમસ્ત સાધુવર્ગ માટેને આચાર છે તે વાત આચારાંગ સૂત્ર તેમ જ ક૯પસૂત્ર સાબિત કરે છે.
સાધુના આચાર માટેના મૂળ સૂત્ર આચારાંગ સૂત્રમાં જિનકલ્પના જુદા આચાર માટેની વાત જ નથી. પણ સૂત્રે પુસ્તકારૂઢ થયા તે પહેલાં તો જિનકલ્પીની વાત વેતાંબરમાં રૂઢ થઈ ગઈ હતી અને તેથી ગુરુ શિષ્ય વચ્ચે તે બાબત સ્પષ્ટ કરવા માટેની પ્રશ્નોત્તરી ચાલી હોય તે સંભવિત જ છે. અને સૂત્રે પુસ્તકારૂઢ થતી વખતે તે પ્રશ્નોત્તરી ભગવતી સૂત્રમાં ઘુસી જાય તે સ્વાભાવિક છે.
તત્વાર્થ સૂત્રની ટીકામાં નગ્નપરિસહ અર્થ કરતી વખતે સિદ્ધસેનગણિએ નો અર્થ ઉપજાવી જિનકલ્પને જઉં જ કરાવ્યું. જિનકલ્પના આચાર રહેણીકરણું જુદી જ કરાવી દીધી! કે જે વાત મૂળ સૂત્રમાં ક્યાં ય છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org