________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૨૨૧
ભગવાન નગ્ન જ દેખાતા તીર્થકર ભગવાન નગ્ન જ દેખાય છે એમ સાબિત કરતાં ૫. મુનિશ્રી પાર્શ્વકુમારજી મહારાજે સમ્યગ્દર્શન પત્રમાં લખ્યું છે કે –
પપાતિક સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના મસ્તકથી પગના નખ સુધીનું અનેક ઉપમાઓ સહિત વિસ્તૃત વર્ણન છે. પરંતુ તેમાં પણ ભગવાન નગ્ન નહોતા હેખાતા એવો કોઈ ઉલ્લેખ નથી.
આચારાંગ સૂત્રમાં ભગવાનના છવાસ્થકાળના અધ્યાપરિસહન વર્ણનમાં લખ્યું છે કે–શૂન્યગાર, વૃક્ષમૂળ, આરામગાર આદિમાં ભગવાન રાત્રિઓ વિતાવતા હતા. ત્યારે કોઈ કઈ વાર તેમની પાસે શસ્ત્રધારી ગ્રામરક્ષક તથા બીજી વ્યક્તિએ આવતા હતા. અને તેઓ ભગવાનને પૂછતા કે–તમે કોણ છે?
“હું ભિક્ષુ છું” એટલું કહી ભગવાન મૌન ધારણ કરતા.
ગ્રામરક્ષક કોઈ સામાન્ય માણસ નથી હોતા. તેઓ ભારે વિચક્ષણ હોય છે. માણસના વેષ આદિથી તેને તુરત ઓળખી કાઢે તેવા ગ્રામરક્ષક ભારે ચકોર હોય છે. ભગવાન નગ્ન દેખાતા ન હોત તો ગ્રામરક્ષકને પ્રશ્ન કરવાની જરૂર રહેત નહિ. કારણ કે ભગવાનના વેષ ઉપરથી તે ઓળખી શક્ત.
કુંદક સંન્યાસી જ્યારે ગૌતમ સ્વામીની સાથે ભગવાન મહાવીરની પાસે ગયા હતા ત્યારે તેણે ભગવાનને વેષ તેમ જ અલંકારરહિત એટલે નગ્ન જોયા હતા. (ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૧).
ત્રીજા બચાવનો જવાબ . . (૩) શ્રી હેમચંદ્રાચાર્ય મહા વિદ્વાન બુદ્ધિશાળી હતા. તેમણે - ભગવાન નગ્ન ન દેખાય એના સમર્થન માટે એક નવી વાત જ ઉપજાવી કાઢી. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના પહેલા ભાગમાં પહેલા તીર્થકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org