________________
૨૧૨
મૂળ જૈન ધર્મ અને
વળી બીજી એક વાત એ પણ છે કે જીવના તિર્યંચ, મનુષ્ય, દેવ વગેરે ગતિના ભવો વધતા જાય છે એટલે ભવભ્રમણ વધતું જાય છે તેમ તેમ તેને મોહ પણ વધારે ને વધારે દઢ થતો જાય છે. તેવા જીવને તેના મેહને નાશ કરવા માટે બાહ્ય નગ્નત્વ પણ એક અનિવાર્ય સાધન થઈ પડે છે.
જેનું ભવભ્રમણ પ્રમાણમાં ઓછું થયેલું હોય અને તેથી તેને મેહ તીવ્ર અને દઢ ન બન્યો હોય અને મેહને નાશ કરવામાં તેનું મન ભારે મજબૂત હોય તેવા જીવને નગ્નત્વની જરૂર ન હોય તો તે પણ સંભવિત છે. પરંતુ એવા જીવ બહુ જ થોડા હોય છે એટલે તેઓ અપવાદ જેવા જ ય છે. તર્ક ૭. વિશેષ આચાર–સામાન્ય આચાર
એક વખત ભગવાન બધા સાધુ માટે નગ્નત્વ પ્રરૂપે ત્યારે બીજી વખત વસ્ત્ર ધારણ પ્રરૂપે એમ સર્વરા ભગવાન દ્વિમુખી વાત કરે નહિ, તેનો સંપ્રદાયવાદીઓ પાસે કોઈ જવાબ નથી. છતાં તેમનાથી સાંપ્રદાયિક મતાગ્રહ છોડીને નગ્નત્વ તે કબૂલ કરાય નહિ. તેથી તેઓ બે જાતના આચારની વાત કરે છે કે(૧) નિર્વસ્ત્ર-નગ્ન રહીને સંયમ પાળવો તે સામાન્ય આચાર નહિ પણ
વિશેષઆચાર છે અને તે કુળ, ગુણ તથા સંઘથી સર્વથા નિરપેક્ષ, (૨) ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક અને શ્રમણુસંધમાં
સામેલ રહીને સાધના કરવાવાળા સાધુ તથા સર્વ સાધ્વીઓ વસ્ત્રયુક્ત હોય છે. (સામાન્ય આચાર)
આ પ્રમાણે તેઓ આચારના બે વિભાગ પાડે છે. અને તે સંબંધમાં તેમની દલીલ છે કે(૧) નગ્ન સાધુઓ જનસંપર્કમાં આવતા ન હતા પણ વન, જંગલ
ઉધાન વગેરે નિર્જન સ્થળમાં રહેતા હતા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org