________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૨૧૩
(૨) ગણધર વગેરે સાધ્વીઓના પણ સંપર્કમાં આવતા હતા તેથી
તેઓ નગ્ન રહી શકે જ નહિ.
આ પ્રમાણે બે આચારની વાત કરવાથી અનેક બાધાઓ ઉત્પન્ન થાય છે તે વાત તેઓ ધ્યાનમાં લેતા જ નથીજેમકે – (૧) ભગવાને સાધુને વસ્ત્ર પહેરવાનું વિધાન આચારાંગ સૂત્રને ક્યા
નિયમથી કર્યું છે તે બતાવવાના તેઓ અખાડા કરે છે કારણ કે તેવું વિધાન તે નથી જ. માટે તેઓ કહે છે તે પ્રમાણે તેમની
વાત જ માની લેવી એવો આગ્રહ કરે છે. (૨) ભગવાને સાધુ માટે “સામાન્ય આચાર” અને “વિશેષ આચાર”
એવા બે પ્રકાર આચારાંગ સૂત્રમાં કયા નિયમમાં બતાવ્યા છે તે પણ તેઓ બતાવી શકતા નથી પણ તેઓ કહે તે પ્રમાણે
માની લેવાને જ આગ્રહ કરે છે. (૩) ચોથા આરામાં તેમજ પાંચમા આરામાં ઠેઠ વિક્રમની પહેલી સદી
સુધી સર્વ સાધુઓ અને સાધ્વીઓ જંગલમાં કે ઉદ્યાનમાં જ
ઉતરતા હતા. તે વાતની તેઓ ઉપેક્ષા કરે છે. (૪) આગળના વખતમાં સાધુઓ આજની માફક હંમેશ ગૃહસ્થ સાથે
ભળવાની છૂટ લેતા જ નહોતા. (૫) આગળના વખતમાં સાધુઓ અત્યારની માફક હમેશાં વ્યાખ્યાન
આપતા નહતા. (૬) આગળના વખતમાં બધા જ સાધુઓ નિર્જન સ્થાનમાં રહી
આત્મસાધનામાં જ રહેતા હતા. (૭) આ રીતે તેઓ તે વખતની સ્થિતિ ધ્યાનમાં નહિ લેતાં
તેમના સ્વછંદ તર્કથી જ “વિશેષ આચાર” અને સામાન્ય આચારના ભાગલા ઉપજાવી કાઢે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org