________________
૨૧૭
હાલના સંપ્રદાય પ્ર. ૧૪
ભાવનામાં લખ્યું છે કે ભગવાન મહાવીર એક વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા તે પછી અચલક, નગ્ન થઈ ગયા. તો તેમાં અનેક વિવાદ છે
કોઈ એમ કહે છે કે જેણે ભગવાન મહાવીરની કાંધ ઉપર વસ્ત્ર નાખ્યું હતું તેણે તે જ દિવસે તે વસ્ત્ર લઈ લીધું.
બીજ કહે છે કે છ મહિનામાં એ વસ્ત્ર કાંધ વગેરેથી છિન્નભિન્ન થઈ ગયું.
વળી કોઈ કહે છે કે–એક વર્ષ પછી ખંડલક બ્રાહ્મણે તે વસ્ત્ર લઈ લીધું.
કોઈ કહે છે કે હવાથી ઊડી ગયું અને મહાવીરે તેની ઉપેક્ષા કરી.
વળી કોઈ કહે છે કે–પહેલાં જેણે રાખ્યું હતું તેણે જ ફરીથી ભગવાનની કાંધ પર નાખી દીધું.
એમ અનેક મત હેવાથી તેમાં કેઈ તત્વ દેખાતું નથી.”
પ્રાચીન કાળમાં જ આ પ્રમાણે મતભેદ હતો તેમ અત્યારે પણ જુદા જુદા શ્વેતાંબર પુસ્તકોમાં આ પ્રસંગ જુદી જુદી રીતે વર્ણવેલો નજરે પડે છે એ વસ્તુ જ પૂરવાર કરે છે કે આ પ્રસંગની કલ્પના સત્યથી તદ્દન વેગળી છે.
મૂળ આચારાંગ સૂત્ર ભગવાન મહાવીર પ્રણીત અર્થથી અને ગણધર શ્રી સુધર્મા સ્વામી પ્રણીત શબ્દથી હતું એ તો સૌ કોઈ જાણે છે. પરંતુ તે પછી તેમાં શું સુધારા વધારા ફેરફાર થયા હતા તે કોઈ જાણતું નથી. પરંતુ અત્યારે આપણે આ નવમા અધ્યયનની જ વાત કરીએ છીએ. આ અધ્યયનની શરૂઆતમાં જ શાસ્ત્રકારે કહ્યું છે કે— “જંબૂ સ્વામીના પૂછવાથી સુધર્મા સ્વામીને જંબુસ્વામીને કહ્યું કે—”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org