________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૪
૧૯૭
ભૂલ છે એમ માનવું જ જોઈએ. તે વિભાસ કે અસંગતતાનું કારણ સામાન્ય રીતે નિષ્પક્ષ વિદ્વાને જાણતા જ હોય છે અને કેઈ ન જાણતા હોય તે પણ તે શોધવાનું વિદ્વાનો માટે મુશ્કેલ નથી.
અચેલકના પલટાવેલા અર્થો સંપ્રદાયવાદીઓ અચેલને અર્થ “અ૯૫વવાળા” એમ અર્થ કરવાનું ઉચિત ગણે છે. કારણ કે પૂર્વાચાર્યોએ તેનો અર્થ કરેલ છે.
સાંપ્રદાયિકતાના હિસાબે એ ઉચિત અર્થ કહી શકાય પરંતુ મૂળ અર્થની વાત કરવી હોય તે અલકને અર્થ નગ્નતા જ થાય છે. .
પૂર્વાચાર્યના મતને અનુસરીને વાત કરવી હોય તે પૂર્વાચાર્યોએ તે અચલકના અર્થ જુદે જુદે વખતે જુદા જુદા કર્યા છે. જેમકે પહેલાં અલકને અર્થ જિનકલ્પ સાથે જોડી દીધો, પછી તેને અર્થ અપચેલ કર્યો, પછી અચેલનો અર્થ અલ્પ મૂલ્ય વાળું વસ્ત્ર એ કર્યો.
પૂર્વાચાર્યોએ અલકના અર્થમાં કેવા કેવા ફેરફાર કર્યા છે તેની વિગત મેં મારા પુસ્તક જૈન ધર્મ અને એકતાના પૃષ્ઠ ૬૭ થી ૭૩ માં આપેલી છે તે જિજ્ઞાસુએ વાંચી લેવી.
ભગવાનનું સ્વરૂપ શ્રી જીવાભિગમ સત્રમાં એકરૂપ દીપના યુગલિક પુરુષોના શરીરના વર્ણન અનુસાર ઔપપાતિક સૂત્રમાં ભગવાન મહાવીરના શરીરના વર્ણનમાં વતુરા મુકાય મુજ સે...વગેરે વર્ણન આવે છે એમ સંપ્રદાયવાદીઓ જણાવે છે તે ઠીક છે.
એ યુગલિયાના શરીરે ભરત ક્ષેત્રના કર્મભૂમિના મનુષ્યના શરીરે જેવા નથી એ તે સ્પષ્ટ વાત છે જ. અને ભિન્ન ભિન્ન પ્રકારના શરીરની સરખામણી કરી શકાય નહિ તે સમજી શકાય તેવી વાત છે. છતાં તેથી મુખ્ય વિષયમાં જરાય પણ ફરક પડને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org