________________
૧૭૮
મળ જિન ધર્મ અને આલંબન મૂર્તિનું જ જોઈએ અથવા હોય એમ નહિ. ગુરનું પણુ આલંબન હોઈ શકે. પણ ગુરુનું આલંબન હમેશ ન મળે ત્યારે મૂર્તિનું આલંબન હમેશ મળી શકે છે.
મૂર્તિને અસ્વીકાર કરવો તે સામાન્ય માણસ માટે ધર્મના એક મુખ્ય સાધનને એટલે ધર્મને જ અસ્વીકાર કરવા જેવું ગણાય. જૈનધર્મ ફક્ત વિશેષ જ્ઞાનવાળા માટે જ નથી. જૈન ધર્મ તો આબાલવૃદ્ધ સર્વ માટે છે. એટલે દરેક કક્ષાના માણસ માટે જૈનધર્મમાં ધર્મ સાધનની જોગવાઈ છે તેથી જૈનધર્મે સામાન્ય કક્ષા માટે મૂર્તિનું અવલંબન આવશ્યક ગણેલું છે. પૂજા સંબંધી સસ્પષ્ટીકરણ
એક દલીલ છે કે–સૂના ઘણું અર્થો થાય છે. તે અર્થે બધા બરાબર સમજવા માટે સૂત્રેની ટીકાઓ વાંચવી જોઈએ, એટલે મૂર્તિપૂજા વિષે પૂર્વાચાર્યોએ શું સમજાવેલું છે તે ધ્યાનમાં લેવું જોઈએ.
તે સંબંધમાં ખુલાસો.
સૂત્રમાં એક શબ્દના ઘણા અર્થ થાય છે અને તે સમજવા માટે ટીકા, ચૂર્ણ વગેરે પંચાંગી વાંચવી જોઈએ તે વાત તાવિક શબ્દોના અર્થ માટે વ્યાજબી કહી શકાય.
અહીં મૂર્તિપૂજા સંબંધી વાતમાં તેથી કાંઈ ખાસ ફરક પડતો નથી. કારણ કે મુખ્ય વાત તો એ છે કે અંગ સૂત્રોમાં મૂર્તિપૂજાના વિધાનની કોઈ વાત જ નથી. એટલે પછી તે વાત ટીકામાં નવી તે આવી શકે નહિ.
અંગ સિવાય બીજ સૂવે તે મૂતિ પૂજા રૂઢ થયા પછી બનેલા છે એટલે તેમાં મૂર્તિ પૂજાનું વિધાન હોય તેથી મૂળ વિષયમાં કાંઈ ફરક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org