________________
_
—
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૩૭ મૂતિપૂજકોએ ઊંડો વિચાર કરી હિંસાના પ્રકાર પાડવા જેવી ભૂલને સુધારી લેવી જોઈએ.
હિંસાની વ્યાખ્યા જૈન સિદ્ધાંત પ્રમાણે હિંસાની વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાયઆત્મદર્શનપૂર્વક જીવને સમભાવથી આત્મવત જાણીને દેખીને તેમને ઉપગથી બચાવતાં છતાં જે કોઈ જીવ પિતાના શરીરથી હણાઈ જાય તો ફકત વ્યહિંસા થાય, ત્યાં ભાવહિંસા નથી.
ભગવાનને સચેત વસ્તુને ભેગ ધરતી વખતે તેમાંના જીવોને આત્મવત્ સમભાવે જાણીને ઉપયોગથી તેમનું રક્ષણ કરવાની ક્રિયા થતી નથી. જે એવો ભાવ પૂજકમાં હેય તો તે તે સચેત વસ્તુને હાથ પણ લગાડે નહિ કારણ કે ફકત સ્પર્શથી જ કેટલાય જીવ મરી જાય છે.
જે આવા ભાવની ઉપેક્ષા કરીને વિષય કષાયની પ્રવૃત્તિમાં જ હિંસા ગણવામાં આવે તે પણ દશમા ગુણસ્થાનક સુધી કષાયની સત્તા છે અને નવમા ગુણસ્થાનક સુધી કષાયને ઉદય છે તો ત્યાં સુધી ક્યાં છૂટા થવાય તેમ છે ?
ધર્મના નામે સાંસારિક વસ્તુઓથી સાંસારિક રીતે પ્રવૃત્તિ કરીને સંવર નિર્જરાની આશા રાખવી એ આત્મવંચનાવાળું બેટું આશ્વાસન છે.
ફૂલ માટેની દલીલ મૂર્તિપૂજામાં ફૂલ વપરાય છે તેને બચાવ કરતાં મૂર્તિપૂજકો દલીલ કરે છે કે–ભગવાનના સમવસરણમાં પણ દેવ સચેત ફૂલની વૃષ્ટિ કરે છે તેનો તેને વાંધો આવતો નથી ત્યારે પૂજાના ફૂલ માટે કેમ વાંધે લઈ શકાય ? આ તેમની દલીલ ખોટી છે. જુઓ–
સમવસરણમાં દે વૈક્રિય અચેત પુષ્પ અને અચેત પાણીની વૃષ્ટિ કરે છે, તે માટે શ્રી રાજપ્રક્ષીય સત્રમાં સ્પષ્ટ પાઠ છે. સૂર્યાભદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org