________________
૧૫૪
મૂળ જૈન ધર્મ અને એટલે કે શ્રાવકે બલિ કર્મ કર્યાને અર્થ એ થયો કે શ્રાવકે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાને સંકલ્પ કરતાં ભગવાનને પ્રાર્થના કરી કે –
હે ભગવાન! હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણ આદિ આ સંસારના સર્વ દુ:ખને અત્યંત ક્ષય કરવાનો માર્ગ બતાવી આપે અનહદ ઉપકાર કર્યો છે તે ઉપકારનો કંઈ પણ બદલ વાળવાને હું તદન અસમર્થ છું. વળી હે પ્રભુ! આપ તો કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. તેથી હે દેવ! મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપના પ્રત્યે પરમ ભક્તિ અને આપે બતાવેલા ધર્મની ઉપાસના મારા હૃદયમાં જીવનપર્યત અખંડ જાગૃત રહે એવી મારી ઇચ્છા સફળ થાઓ,
હવે આ ઉપરથી મને એમ સમજાય છે કે સમ્યગદષ્ટિ શ્રાવકની વાત હોય ત્યાં તેણે જિનદેવની ભક્તિ કરી એટલે વંદન નમસ્કાર કરીને તથા તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાને ઉપર પ્રમાણે સંકલ્પ કરીને કેસરનું કપાળે તિલક કર્યું એ આ પાઠને અર્થ હોવા વિશેષ સંભવ છે. પણ બલિ કર્મના અર્થમાં પૂજા કરવાને ભાવ તે છે જ નહિ.
' મૂતિને પ્રાદુર્ભાવ કેમ થયે?
મૂતિને પ્રાદુર્ભાવ કેમ તે દર્શાવતાં પં. શ્રી કલ્યાણ વિજયજી ગણિ તેમના “જિનપૂજા પદ્ધતિપુસ્તકમાં લખે છે કે –
“જે દેશમાંથી તીર્થકર ભગવાને વિહાર કરી જતા તે દેશના તેમના પરમોપાસક બનેલા ગ્રહો તેમના વિરહમાં તેમનું દર્શન કરવાને તલસતા અને મૂરતા પણ તે કંઈ એવી વસ્તુ નહતી કે કોઈની ઇચ્છા માત્રથી મળી જાય. પરિણામે તેઓ પિતાની દર્શનેચ્છાને પૂર્ણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org