________________
મૂળ જૈન ધમ અને
આ દલીલ કરતી વખતે એ જ ઉવવાઈ સૂત્રના ખીજો પાઠ તે ભૂલી જાય છે કે જેમાં ભગવાનની પૂજાની વિગત આપી છે. કાણિક મહારાજાએ મહાવીર ભગવાન પાસે જઈને તેમની પૂજા કેવી રીતે કરી તેનું વર્ણન ઉરવાઈ સૂત્રમાં આ પ્રમાણે છે——
૧૫૮
(૧) શરીરથી—હાથપગ સંકેચીને, બંને હાચ તથા વિનયપૂર્વક ભગવાનના સામે બેસી ગયા અને કરવા લાગ્યા. એમ શરીરથી ભક્તિ પુજા કરવા લાગ્યા.
જોડીને નમ્રતા ભગવાનની સુશ્રૂષા
(૨) વચનથી—જેમ જેમ ભગવાન વયન ઉચ્ચારતા તેમ તેમ હે ભગવાન ! એમ જ છે. હે ભગવાન! સત્ય છે, હું ભગવાન ! ખરાખર સત્ય છે. સંદેહરહિત છે. હે ભગવાન ! હું ઈચ્છું છું, હું વિશેષ ઈચ્છું છું અને આપે જે કાંઈ કહ્યુ તે ખરાખર છે. એમ કહીને તે ભગવાનની -વચન દ્વારા સેવા–ભક્તિ-પૂજા કરવા લાગ્યા.
(૩) મનથી—મનમાં મહાન વૈરાગ્યભાવ ધારણુ કરીને તેમજ તીવ્ર ધર્માનુરાગ રત છનીને મનથી ભગવાનની સેવા-ભક્તિ-પૂજા -કરવા લાગ્યા.
આ પાઠથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરની પૂજા ત્રણ પ્રકારે કરવામાં આવતી, માનસિક, વાચિક અને કાથિક, મનમાં તેમનું ધ્યાન કરવું, સ્મરણ કરવું એ માનસિક પૂજા છે. વચનથી તેમના ગુણગાન કરવા એ વાચિક પૂજા છે, અને પંચાગ નમાવીને નમ્રતાપૂર્વક નમસ્કાર કરવા એ કાયમી પૂજા છે. વીતરાગ ભગવાનની પૂજા એ પ્રકારે થાય છે.
જે પદ્મા ામ ઉત્પન્ન કરનાર તરીકે મનાય છે તે વીતરાગ ભગવાન પર ચડાવવા અથવા તેમને ભેટ ધરવા એ પૂજા નથી પણ ભગવાનની અવજ્ઞા છે. રાગ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org