________________
પ્રકરણ તેરમું
કેટલુંક સ્પષ્ટીકરણ સાધના માર્ગમાં મિથ્યાત્વને એકપણુ અંશ હોય ત્યાં સુધી મેક્ષ દૂર જ છે
આજે બિન સાંપ્રદાયિક ન તો ભાગ્યે જ મળશે. મોટે ભાગે દરેક વાચક તેના સાંપ્રદાયિક રંગથી રંગાયેલો જ હોય છે. અને તે
જ્યારે કોઈ વાત તેની માન્યતાની વિરુદ્ધની વાંચે છે. ત્યારે તેનું દિલ કઈને કઈ રીતે ઉકળી ઊઠે તે સ્વાભાવિક છે. તે ઉકળાટ તેના શબ્દોમાં વ્યકત થઈ જાય છે.
તે ઉકળાટને લીધે તે લેખના ભાવને યથાર્થ સમજવાની કોશિષ કરતા નથી અને પિતાની માન્યતાની રીતે ચર્ચા કરવા માંડે છે. પરંતુ દલીલોમાંની કઈ દલીલ કઈ રીતે બેટી છે તે બતાવવાની દરકાર કરતા નથી.
સંપ્રદાયવાદી વાંચકોમાં આવું બને તે સ્વાભાવિક છે. છતાં બધાં વાંચકમાં બેટી રીતે ગેરસમજુતી ફેલાવા ન પામે તેથી કેટલોક ખુલાસો કરવાની જરૂર જણાય છે. મે પહેલેથી જ જણાવેલું છે કે મારી કોઈ પણ દલીલમાં સિદ્ધાંતની રૂએ ભૂલ છે તેની કોઈ ખાત્રી કરી આપશે તે તે પ્રમાણે હું સુધારવા તૈયાર છું.
આ પુસ્તકમાંના લેખેને હેતુ શું છે?
મૂર્તિ, મૂર્તિપૂજા, દશ પ્રશ્નો અને તેનું સમાધાન વગેરે આ પુસ્તકમાંના લેખે લખવામાં ભારે હેતુ શું છે? તે ઘણું વાંચકોમાં ગેરસમજ ન થાય માટે સૌથી પહેલાં તેને ખુલાસો કરી દઉં છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org