________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૩
*
૧૭૫
છે, એટલે એકાંતવાદને ધારણ કરનારા સંપ્રદાય સત્ય ધર્મને સંપૂર્ણ પણે અનુસરતા નથી. જેટલે અંશે એકાંતવાદ એટલે અશે અસત્ય ધર્મ એમ સમજી શકાય છે.
હિંદમાં મુખ્ય છ દર્શન કહેવાય છે. તે દરેક અમુક અમુક રીતે એકાંતવાદી છે, દરેક વસ્તુને જુદી જુદી બાજુથી જુદા જુદા દષ્ટિકોણથી જોઈને તેનું સ્વરૂપ સમજવું જોઈએ. તેમ કરવાને બદલે એ છ દર્શને અમુક રીતે અસત્ય ઠરે છે. પરંતુ તે બધાના દષ્ટિકોણ ભેગા કરીને નિર્ણય કરવામાં આવે તો તે સત્ય નિર્ણય બની જાય. અને એ રીતે જ જૈનધર્મમાં છયે દર્શન સમાઈ જાય છે એમ કહેવાય છે.
એ જ પ્રમાણે જૈનધર્મના દરેક સંપ્રદાય અમુક અમુક બાબતમાં એક જ દષ્ટિકોણથી નિર્ણય કરી વસ્તુના સ્વરૂપને ઊલટું અથવા સંકુચિત કરીને તેને સત્યધર્મનું રૂપ બતાવી રહ્યા છે. એટલે તે તે પ્રકારે તેઓ શુધ સાચા જેનધથી દૂર છે.
અને જેટલે અંશે ભગવાનના વચનની વિરુદ્ધની માન્યતા તેટલે અંશે મિથ્યાત્વ ગણાય છે.
પરંતુ એ સર્વ સંપ્રદાયોના જુદા જુદા દષ્ટિકોણને એકઠા કરીને વસ્તુને નિર્ણય કરવામાં આવે તો તે શુદ્ધ ધમ બની જાય અથવા શુધ્ધ ધર્મની એટલા બધા નજીક આવી જાય કે તેમાં મિથ્યાત્વને અનર્થકારી અંશ રહે નહિ ? સંપ્રદાય એ દુષમકાળને પ્રભાવ છે..
ભગવાન મહાવીરે એક જ પ્રકારને શુદ્ધ ધર્મ પ્રરૂપેલે છે. તેમાં કોઈ સંપ્રદાય, ગચ્છ, પંથ, ફાંટા કે વાડાને સ્થાન નહોતું. આજે અનેક સંપ્રદાય, ગચ્છ વગેરેના ભેદ પડી ગયા છે. તે ફક્ત ભેદ પાડનારની અજ્ઞાનતા અથવા અહંભાવની વૃત્તિનું જ ફળ હતું. એ આ દુષમકાળના પ્રભાવનું જ પરિણામ હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org