________________
મૂળ જન ધર્મ અને ચેકસપણે કહે છે કે એ નિકિતમાં એ પાઠ જ નથી. એટલે દ્રૌપદી લગ્ન પહેલાંથી જ સમકિતી હતી એમ સમજી શકાય છે.
“જિન પ્રતિમા જિનસરિખી ” એ મૂર્તિપૂજકોને મુદ્રાલેખ છે. જિન ભગવાનને કોઈ સ્ત્રી અડી ન શકે તે સત્રથી, સિદ્ધાંતથી સિદ્ધ વાત છે. જિનપ્રતિમા જિન સરિખી છે તે જિન પ્રતિમાને પણ સ્ત્રી અડી ન શકે એ સમજી શકાય તેવી વાત છે. છતાં દ્રૌપદીએ જિનપ્રતિમાને નહવરાવવા વગેરેની વાત છે એટલે દ્રૌપદી મૂર્તિને અડીને જ તે બધું કરી શકી તે તે નકકી જ. ત્યારે “આ તે સ્થાપનારૂપ છે માટે સ્ત્રી અડી શકે” એમ કહેવું તે કેટલું ન્યાયસંગત છે તે વાંચકો સહેલાઈથી સમજી શકશે.
મતલબ કે દ્રૌપદીએ મૂર્તિપૂજા કરી જ નહતી પણ સ્નાનગૃહમાંના મૂર્તિના ઓરડામાં કે જેને જ જિનાર કહેતા હોય તો તે સંભવિત છે ત્યાં દ્રૌપદીએ મૂર્તિને વંદન નમસ્કાર કર્યા હતા, વખતે પ્રાર્થના પણ કરી હેય.
મૂર્તિ પૂજા નહતી તેનાં દૃષ્ટાંત - પ્રાચીન કાળમાં મૂર્તિપૂજા નહતી તેને શાસ્ત્રીય દાખલા પણ છે, જેમ કે.....
ભરત ચક્રવર્તીની ઇચ્છા થઈ અને અષ્ટાપદ ગિરિ ઉપર ભગવાન ઋષભદેવને અગ્નિ સંસ્કારના સ્થાન ઉપર “સિંહ નિષદ્યા” ચૈત્ય બનાવી દીધું. અને ઋષભાદિ તીર્થકરોની મૂતિઓ પ્રતિષ્ઠિત કરીને ચિરસ્થાયી સ્મારક બનાવી પોતાનું કર્તવ્ય પૂરું કર્યું. ન તેની પૂજા વ્યવસ્થા માટે કોઈ ગામ ગરાસ દીધો, ન પૂજારિઓને બંદોબસ્ત કર્યો.
ભારતના વંશ જ સગર ચાવતના પુત્રએ પિતાના પૂર્વજોની કૃતિને ચિરસ્થાયી અને સુરક્ષિત બનાવવા માટે તેના માર્ગે દુર્ગમ બનાવ્યા અને ફસ્તી ખાઈ ખાદીને પર્વતને દુરાહ બનાવ્યો. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org