________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૨૭ સાધુઓ માટે સમાધાન
કરવું અશક્ય નથી. કાળ ધર્મો બનવાનું હતું તે તો બની ગયું પણ હવે “જાગ્યા ત્યારથી સવાર ” ગણવામાં આવે અને ઉપર પ્રમાણેની સત્ય હકીકત સ્વીકારવામાં આવે તો સ્થાનવાસી અને દેરાવાસી (મૃતિપૂજક) બંનેની એકતા થવામાં કંઈ પણ અડચણ નડે નહિ. વાત એટલી જ કે બંને પક્ષે સત્ય હકીકત સ્વીકારવી જ જોઈએ, સંપ્રદાયવાદમાં તણાવું ન જોઈએ, સ્વમતને દુરાગ્રહ રાખવો ન જોઈએ અને તીર્થકર ભગવાનના વખતમાં જે સ્થિતિ હતી, જે પ્રરૂપણું હતી તેને સ્વીકાર કરવા તૈયાર થવું જોઈએ.
બંને પક્ષે એવી દલીલ કરી શકે કે લોકોમાં વર્ષો જુનો જે ખ્યાલ, ભાવના કે આગ્રહ પેસી ગયેલ છે તે કાઢવો મુશ્કેલ છે. તેના જવાબમાં હું કહી શકું કે લોકોમાં ખેટે આગ્રહ પેસાડનાર જ સાધુઓ છે. અને હવે સાધુઓ જ જે સત્યને હૃદયથી સ્વીકારીને તે પ્રમાણે પ્રરૂપણું કરવાને ઈચ્છે તે ઘડીકમાં લોકોને સમજાવી શકે. લોકો તે સત્યાર્થી જ છે. પણ લોકોને સત્ય શું છે તેની ખબર નહિ હેવાથી તેઓ સાધુઓના કથનને અનુસરે છે.
અત્યારે પણ સાધુઓ સત્યને પ્રચાર કરવા માંડે, મૂર્તિની માન્યતા સાચી છે અને મૂર્તિપૂજા સત્રસિદ્ધ નથી તથા અરિહંત ભગવાનની આશાતના કરનારી છે તે વાતે બન્ને સંપ્રદાયના સાધુઓ સ્પષ્ટતાથી લોકોને સમજાવે તો લેકે તે તરત જ સાધુની વાતને માની જાય તેમ જ છે. પહેલી વાત સાધુઓએ સત્યાથીપણાથી, સત્યના સ્વીકારથી, સત્ય પ્રરૂપણથી ભવકદિ છે એમ દઢપણે માનવું અને પછી સાધુઓ એટલું ધ્યાનમાં રાખે અને તે પ્રમાણે વર્તે તો સ્થાનકવાસીઓ અને મૂર્તિપૂજકોની એકતામાં જરા પણ વિલંબ લાગે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org