________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૫
નિર્વાહ માટે બીજી કોઈ ચિંતા ન કરી. કેમકે તેવી ચિંતાનું કોઈ કારણ જ ન હતું. કોઈ દેવ વિધાધર પોંચી જતે અને ઈચ્છા થતી તે યથેચ્છ ભકિત કરી લેત. નહિ તો દર્શન તો કરતો જ અને ભારતની પિતૃભક્તિ તથા જિન ભકિતને સંબધે બે શબ્દો બોલતો જ. - “આપણા શાસ્ત્રના લેખાનુસાર નંદીશ્વર, રુચક, કુંડલ આદિ ધીમાં શાશ્વત ચઢ્યો અને પ્રતિમાઓનું અસ્તિત્વ છે, અષ્ટાદિક પર્વોના દિવસોમાં કે જિન કલ્યાણક આદિના પ્રસંગમાં દે, અસુરે કે સિદ્ધ વિદ્યાધરે ત્યાં જઈ ઉત્સવ મનાવે છે. પણ સદાકાળ ત્યાં કોણ પૂજા કરે છે એનો ખુલાસે શાસ્ત્રથી મળતો નથી.
આપણે સમજવું જોઈએ કે આપણું પ્રાચીન પૂજા પદ્ધતિ આજના જેવી ન હતી. તે સાચી અને સ્વાભાવિક હતી. આજની પદ્ધતિમાં કૃત્રિમતાનાં બંધને છે, ભાવનાં સ્થાને ફરજ કર્તવ્યની કડિઓ સંકળાયેલી છે. એટલે પૂજની આત્મભાવનાઓનો વિકાસ થઈ શકતું નથી.”—જિનપૂજા પદ્ધતિ પુસ્તકમાંથી સાભાર ઉદ્દત.
પૂજાવિધિ નાની શરૂઆત પછી વધતી ગઈ
મૂર્તિપૂજાની શરૂઆત બહુ નાની હતી. શરૂઆતમાં (૧) સુગંધી ચૂર્ણની પુડી, (૨) પુષ્પમાળા, (૩) ધૂપ, (૪) ચાવલ (ચેખા) અને (૫) દીપક દેવને (મતિને) ધરાવતા. આ પ્રમાણે પોપચારી પૂજાની શરૂઆત થઈ. પછી વધીને અષ્ટાચારી થઈ. પછી તે વધતી જ ગઈ. ચૈત્યવાસીઓએ ખાસ કરીને ખૂબ વધારી દીધી.
પૂજાવિધિ આતે આતે વધતી જ ગઈ તે પૂજાવિધિ અને પ્રતિષ્ઠાના જુદા જુદા વખતે થયેલા જુદા જુદા આચાર્યોના પુસ્તકો ઉપરથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org