________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૫૫ તેમને આકારે ચીતરાવીને કે તેમનાં પ્રતિબિંબે કરાવીને પિતાપિતાના ઘરમાં રાખતા અને તેમના દીદાર નીરખીને નયનને તૃપ્ત કરતા. આમ, મનુષ્યની દશનેચ્છામાંથી મૂતિને પ્રાદુર્ભાવ થશે.”
આમાં કોઈને અતિશક્તિ લાગશે પણ તેમ નથી. વર્તમાનકાળમાં પણું સરળ હૃદયી ભક્તને તેના ધર્મ ગુરુના બીજે ગામ જવાથી વિરહદુ:ખ પડતાં આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જવાના દાખલા બનેલા છે. તો ચોથા આરાના અત્યંત સરળ ભવ્યાત્માઓને ભગવાનના વિરહનું દુઃખ અસહ્ય થાય તે સ્વાભાવિક છે. તે દુઃખ ટાળવાને માટે તેઓ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખતા અને તેમના દરરેજ દર્શન કરી તેમને વંદન નમસ્કાર કરતા.
એટલે ક્યબલિકમ્માનો અર્થ શ્રાવકના ઘરમાંની તીર્થકર ભગવાનની મૂતિને વદન નમસ્કાર કરવા એ જ અર્થ વિશેષ સુસંગત લાગે છે.
સ્થાનકવાસીઓની એક દલીલ અથવા શંકા એમ પણ છે કે સ્નાનગૃહમાં નહાવા ગયા અને ત્યાં બલિ કર્મ કર્યું તે સ્નાનગૃહમાં મૂ તિ ક્યાંથી હોય? મૂળ પાઠમાં એમ છે કે—” હાઈને, બલિકમ કરીને, કૌતુક અને મંગળરૂપ પ્રાયશ્ચિત કરીને, બહાર જવાને યોગ્ય શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરીને..” તે આ બધું કામ સ્નાનગૃહમાં જ કર્યું એમ માનવું ભૂલ ભરેલું છે. સ્નાનગૃહમાં નહાઈને બહાર નીકળીને મૂર્તિને (જ્યાં રાખેલી હોય ત્યાં) વંદન નમસ્કાર કરીને પછી તિલકકરવાના ઠેકાણે જઈને તિલક કરીને પછી સ્ત્ર પહેરવાના ઠેકાણે. જઈને વસ્ત્ર પહેરીને..એવી રીતે પાઠને અર્થ સમજવો જોઈએ.. એટલે સ્થાનકવાસીની એ શંકા યથાર્થ નથી.
વળી શેઠીઆઓ, ધનવાન, રાજા મહારાજાઓના બંગલામાં તે નિવાસગૃહ, રસોઈગૃહ, સ્નાનગૃહ, અતિથિગૃહ વગેરે અનેક જુદા જુદા મકાને હોય છે. તેમાં સ્નાન ઘર એટલે ન્હાવાની એક ઓરડી કે ઓરડે નહિ પણ મોટું મકાન. તેમાં ટબથી, ફુવારાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org