________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૯ મૂર્તિપૂજાના હિમાયતીઓ એવી દલીલ કરે છે કે સમવસરણમાં જતા શ્રાવકના ખીસ્સામાં સચિત ખાવાની વરતુ હોય તો તે કાઢી નાંખવી. સમવસરણમાં જતી વખતે શ્રાવક ખાવાની વસ્તુ ખીસ્સામાં લઈ જાય. તે વાત અસંભવિત લાગે છે.
પરંતુ સમવસરણમાં જતા શ્રાવકના મોઢામાં પાન હોઈ શકે તેમજ તેની પાસે ફૂલને હાર કે ગજરો હેઈ શકે અથવા તેના પહેલા કપડા ઉપર છાતીએ ફૂલ ભરાવેલું હોય એમ બની શકે. એવી જે કંઈ સચિત વસ્તુ પાસે હોય તેને દૂર કરીને જ સમવસરણમાં જવાય.
જિન પ્રતિમા જિન સરિખી એટલે શું?
જિન પ્રતિમા જિન સરિખી ” એ મૂર્તિપૂજકે મુદ્રાલેખ છે તે પ્રમાણે પણ પ્રતિમામૂર્તિને ભગવાનના જેવી, ગણુને વધું જોઈએ, એટલે કે મૂર્તિપૂજામાં ભગવાનને નહિ ક૫તી કઈ પણ વસ્તુ રાખી શકાય નહિ.
અથવા મૂર્તિ ભગવાનના જેવી નથી એમ મૂર્તિપૂજકેએ જાહેર કરવું જોઈએ કે જેથી મૂર્તિને ભગવાન જેવી ગણવામાં ન આવે, એટલે પછી કંઈ પણ કહેવાનું રહે જ નહિ, જ્યાં સુધી પિતાના મતની પુષ્ટિ થઈ શકતી હોય ત્યાં સુધી જિન પ્રતિમા જિન સરિખીને મુદ્રાલેખ આગળ ધરે અને જ્યાં પોતાના મત વિરુદ્ધ વાત જતી હોય ત્યાં “આ તો સ્થાપના છે” કહીને છૂટી જવાની કેશીશ કરવી એ ન્યાયસંગત વાત નથી. તે પછી જિન પ્રતિમા કઈ કઈ બાબતમાં–જ્ઞાનમાં, ગુણમાં, પ્રતિભામાં, મહાભ્યમાં, આકારમાં વગેરે કઈ કઈ બાબતમાં અને કેટલે અંશે જિન પ્રતિમા જિન સરિખી છે તે મૂર્તિપૂજકોએ સ્પષ્ટ રીતે બતાવવું જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org