________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૩૫.
અનુબંધહિંસા–વીતરાગની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરવાવાળાને તથા
મિથ્યાત્વનું સેવન કરવાવાળા જેને અનુબંધહિંસાને
કર્મબંધ થાય છે. હેતુહિંસા–ગૃહસ્થ પિતાના જીવન વ્યવહારના કાર્યોમાં જે હિંસા
કરે તે હેતુહિંસા. સ્વરૂપહિંસા-શુભ ગની પ્રવૃત્તિ કરતાં બહારથી હિંસા જોવામાં
આવે પરંતુ પરિણામ વિશુદ્ધ હોવાથી તેને અશુભ
કર્મબંધ થતો નથી. તો હવે વિચારો કે–પ્રત્યક્ષ પ્રમાણથી હિંસા થાય છે અને તે હિંસાની પરંપરા ચાલે છે તેવા અનુષ્ઠાને દાખલ કરે તેને પણ અનુબંધ હિસા કેમ ન લાગે?
જળ, પુષ્પ, ધૂપ, દીપક, ફળ વગેરે દ્રવ્યથી ફક્ત ગૃહસ્થ જ દ્રવ્યપૂજા કરી શકે છે પણ સાધુ તેવી દ્રવ્ય પૂજા કરી ન શકે એવું મૂર્તિપૂજકનું વિધાન જ સાબિત કરે છે કે દ્રવ્યપૂજામાં હિંસા છે અને સાધુએ નવકેટિએ હિંસાનો ત્યાગ કરેલ હેવાથી તે દ્રવ્યપૂજ કરી શકતા નથી. તે ગૃહસ્થની આવી જાતની દ્રવ્યપૂજાને અનુદાન આપે, તેને ઉપદેશ આપે તે શું તેથી નવકેટિને ભંગ થતો નથી?
આમ જ્યારે તેમાં પ્રત્યક્ષ હિંસા સાબિત થાય છે અને જેમાં સૂત્રના ન્યાય પ્રમાણે યતના પણ નથી તેને સ્વરૂપ હિંસા કહેવી કે ગણવી એ તે મોટી ભૂલ ગણાય.
જ્યારે મનમાં સૂક્ષ્મ હિંસાને જરા પણ ભાવ વર્તતો ન હોય, સૂક્ષ્મ જી પ્રત્યે પણ સંપૂણ દયાભાવ વર્તત હોય ત્યારે યતના સહિત જીવને બોલવું, ચાલવું વગેરે સ્વાભાવિક ક્રિયા કરવી પડે ત્યારે જ તેમાં હિંસાનું પાપે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org