________________
૧૩૪
- મૂળ જૈન ધર્મ અને ભગવાનની પૂજામાં મારે મનથી તે આ સવાલ તદ્દન ગૌણ છે. મુખ્ય વાત તો એ છે કે ભગવાનને શું કહપે છે અને શું કપતું નથી એ જ જોવું જોઈએ, એ જોવામાં જ ખરે ધર્મ : અને ખરી ભક્તિ છે,
વળી રાગભાવથી થતી પ્રવૃત્તિમાં હિંસા થાય તે હિંસાનું પાપ લાગે જ, મૂર્તિપૂજા રાગભાવથી જ થાય છે. એટલે તેમાં થતી હિંસાથી પાપ લાગે જ.
પાપ પુણ્ય માટે જૈન ધર્મને સિદ્ધાંત તે એ છે કે શ્રાવકના કોઈ પણ કાર્યમાં પાપપુણ્ય હોય તેમાં જેટલે અંશે હિંસાકારી કાર્ય થાય તેટલે અંશે પાપ અને જેટલે અંશે શુભ કાર્ય હેય તેટલે અંશે પુણ્ય તેમાં પણ જે પ્રમાણે તીવ્ર કે મંદરસથી તે પાપકાર્ય કર્યું હોય તે પ્રમાણે તીવ્ર કે મંદ ફળ મળે. પુણ્યના અંશ ઘણું હોય અને પાપના અંશ બહુ ઓછા હોય, બહુ થોડા હોય અને તે પણ મંદ રસના હોય તો તેનું ફળ ઘણું મંદ અથવા પુણ્યના પ્રમાણમાં નજીવું હેય. તેથી વ્યવહારથી તે પાપનું ફળ નથી એમ કહેવાય પણ સિદ્ધાંતની રૂએ નાની હિંસાને પણ પાપ તે કહેવાય જ. ભલે પછી તેનું ફળ નજીવું હોય,
વળી તે થોડા અંશવાળા પાપનું કાર્ય હમેશાં જ કરવામાં આવે તે તેનું ફળ કેવું હોય તે પણ વિચારવા યોગ્ય છે. ,
હિંસાના ત્રણ પ્રકાર સાવધ પૂજાના બચાવમાં મૂર્તિપૂજકોએ હિંસાના ત્રણ પ્રકાર પાડીને ત્રીજા પ્રકાર સ્વરૂપ હિંસામાં પાપ નથી એમ તેમણે કરાયું છે ત્યારે તે સંબંધમાં પણ થોડો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે.
હિંસાના ત્રણ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે– (૧) અનુબંધહિંસા, (૨) હેતુહિંસા અને (૩) સ્વરૂપહિંસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org