________________
૧૩૬
મૂળ જૈન ધર્મ અને લાગે. સ્વાભાવિક ક્રિયા સિવાયની બીજી ક્રિયામાં તે જીવના ભાવ પ્રમાણે પાપ તથા પુણ્યને બંધ પડે.'
હિંસા થતી હોય ત્યાં હિંસા માનવામાં આવે તો તે મિથ્યાત્વ નથી. પરંતુ હિંસા હોવા છતાં તેમાં બિલકુલ હિંસા નથી એમ માનવામાં આવે તે ત્યાં મિથ્યાત્વ ગણાય.
હિંસાવાળા અનુષ્ઠાનથી સંવર કે નિર્જરા થવાનું પણ માની શકાય નહિ.
જૈન ધર્મનો પાયો અહિંસા ઉપર જ રચાયો છે, અને તેથી સૂત્રમાં સૂમમાં સૂક્ષ્મ રીતે હિંસા તથા અહિંસાના બારિક વર્ણને કરેલા છે. છતાં તેમાં ક્યાંય હિંસાના ત્રણ પ્રકાર પાડેલા નથી. હિંસાના ત્રણ પ્રકાર છે તે મુખ્ય વાત કહેવાય અને જ્યારે બારિકમાં બારિક વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે હિંસાના પ્રકાર જેવી મુખ્ય વાત છેડી દેવામાં આવે એવું બની જ ન શકે.
એટલે પિતાના મતની પુષ્ટિ માટે આપમેળે હિંસાના પ્રકાર પાડવા જે હિંસાનોં નો અર્થ ઉપજાવે એ તે સર્વજ્ઞ ભગવાનની અને ગણધર ભગવાનની ભૂલ સુધારવા જેવું કામ ગણાય. તેરાપથી તે તીર્થકર ભગવાન ભૂલ કરે એમ માને છે પણ વેતાંબર મૂર્તિપૂજકો આવી રીતે ભગવાનની ભૂલ કાઢી બતાવે તે નવાઈ જેવું છે.
પાપ બહુ ડું અને પુણ્ય ઘણું હોય ત્યાં સમુચ્ચય બેલતાં તેમાં પાપ નથી એમ વ્યવહારથી સામાન્યપણે કહી શકાય પરંતુ નિયમ તરીકે અથવા સિદ્ધાંત તરીકે વાત કરતી વખતે તેમાં પાપ નથી એમ કહી શકાય નહિ અથવા તેમાં પાપ નથી એ સિદ્ધાંત સ્થાપી શકાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org