________________
૧૩૦
મૂળ જેન ધર્મ અને (૧) ચૈત્યવંદન આદિ ભગવાનની ગુણસ્તુતિ કરવાથી જ્ઞાનાવરણીય
કર્મને ક્ષય થાય છે. (૨) ભગવાનના દર્શન કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય
* થાય છે. (૩) અરિહંત તથા સિદ્ધ ભગવાનના ગુણનું સ્મરણ કરવાથી સમ્યમ્ | દર્શનની પ્રાપ્તિ અને મોહનીય કર્મને ક્ષય થાય છે. (૪) પ્રતિમા સમક્ષ ભાવપૂજામાં તલિન થવાથી તથા શુભ અધ્યવસાયથી
શુભ ગતિના આયુષ્યને બંધ પડે છે. (૫)અરિહંતનું નામ લેવાથી અશુભ નામ કમને ક્ષય થાય છે. (૬) અરિહંતના વંદન ભક્તિથી નીચ ગાત્ર કમને ક્ષય થાય છે. (૭) મૈત્યવંદનમાં શક્તિને સદુપયોગ કરવાથી અંતરાય કર્મને ક્ષય થાય છે.
સ્થાનકવાસીઓનું કર્તવ્ય " હવે જ્યારે મૂર્તિની માન્યતા સૂત્રાનુસાર સાચી સિદ્ધ કરે છે ત્યારે સ્થાનકવાસીએાએ તે વાત કબુલ કરી લેવી એ તેમનું ગ્ય કર્તવ્ય ગણાય, સ્થાનકવાસીઓ સૂત્રને અનુસરવાનું માને છે તેથી મૂર્તિને માનવી એ તેમનું કર્તવ્ય થઈ પડે છે. સત્યાથી હોય તે તે સત્યની ખાત્રી થયેથી સત્ય સ્વીકારે જ સત્ય ન સ્વીકારે તે સંપ્રદાયવાદી મતાગ્રહી એકાંતવાદી કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org