________________
૧૨૮
મૂળ જૈન ધર્મ અને
વ્યવહાર સત્ર વ્યવહાર સૂત્ર ઉ. ૧માં પાઠ છે કે–નવ સમાવિયારું चेश्याई पासेज्जा कप्पइ से तस्संतिए आलोइत्ताए वा ।
અર્થ–આચાર્ય આદિ બહુશ્રુતને સંગ ન હોય તો રેય જિનચૈત્ય-પ્રતિમા પાસે જઈને આલોચના લઈ શકાય છે.
મૂર્તિની મહત્તા દેવલોકમાં મૂર્તિ છે અને તેની મહત્તા પણ છે. સઘળા દેવ અવધિજ્ઞાની હોય છે. તેથી દેવે પિતાના જ્ઞાનથી જાણી શકે છે કે મૂતિ શકિતશાળી કે પ્રભાવશાળી છે કે નહિ. દેવો પોતે જ ભારે શક્તિશાળી હોય છે. તેઓ તેમના કરતાં પણ મૂર્તિ વિશેષ શક્તિશાળી હેય તે જ મૂતિને માને. દેવે મૂર્તિને માને છે. વદે છે, નમસ્કાર કરે છે એ તો સૂત્રસિદ્ધ હકીકત છે. એટલે દેવલોકમાંની શાશ્વતી મૂતિઓ દેવે કરતાં વિશેષ શકિતશાળી છે એમ સિદ્ધ થાય છે.
- અહીંઆ પણ પ્રાચીન કાળથી જ મૂતિઓ, સૂપ વગેરે પ્રભાવશાળી, શકિતશાળી હતા તેના દાખલા મળી આવે છે. જેમકે–
(૧) વિશાલા નગરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને સૂપ હતો ત્યાં સુધી કેણિક મહારાજાથી તે નગરી જીતી શકાતી નહોતી.
(૨) શય્યભાસ્વામી દીક્ષા લીધાં પહેલાં વૈદિક બ્રાહ્મણ હતા અને યજ્ઞો કરાવતા. તેમના યજ્ઞના સ્તંભ નીચે તેમના ગુરુએ સેનમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીની મૂર્તિ છુપાવી હતી કે જેથી સર્વ વિડ્યો ટળી જતા. તે મૂર્તિના દર્શનથી શયંભસ્વામી બેધ પામી દીક્ષા લઈ શ્રમણ બની ગયા.
આપણુ કથા સાહિત્યમાં આવા બીજા પણ ઘણું દાખલાઓ મળી આવે છે. અને અત્યારના ઘણા તીર્થોની મૂર્તિઓની મહત્તા જાણીતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org