________________
હાલના સંપ્રદાયે પ્ર. ૬.
વ્યાપાર ધંધામાં પણ કઈ મહાપુરૂષે વ્યાપાર ઉદ્યોગ ધંધે ખૂબ ખીલવ્યો હોય તો તેનું પણ ચિત્ર કે બાવલું તેમના ધંધાના મકાનમાં મૂકીને તેને દરરોજ દર્શન કરી, વંદન નમસ્કાર કરી તેની યાદગીરીથી તેના જેવું કામ કરવાની પ્રેરણા મેળવે છે.
” આમ સંસારના દરેક ક્ષેત્રમાં મહાપુરુષોની મૂર્તિ બનાવી, તેમના દર્શન કરી, તેમની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણું મેળવાય છે. - તેવી જ રીતે ધર્મમાં ધર્મના મહાપુરુષ, ધનાયક તીર્થકર ભગવાનની યાદગીરી માટે તેમની મૂર્તિ બનાવી, તેમના દરરેજ દર્શન કરવામાં આવે, ભક્તિથી તેમને વંદન નમસ્કાર કરવામાં આવે અને એ રીતે તેમના જેવા થવાની પ્રેરણા લેવામાં આવે તે તેને પણ એક ધર્મકાર્ય કહી શકાય. અથવા તે પણ એક જાતનો વ્યવહાર ધર્મ જ કહી શકાય.
મૃતિ એટલે શું?
મૂર્તિ એટલે આકૃતિ, બાવલું, ચિત્ર, ફેટ, છબી, પ્રતિબિંબ અથવા પ્રતિભા. એટલે મૂળનું કોઈપણ જાતનું પ્રતીક.
ઉપર કહ્યું તેમ સંસારવ્યવહારમાં મૂર્તિને ખૂબ આદરભાવ છે.
આપણે આપણું ઘરમાં પણ આપણા બાપદાદાઓ, વડીલોના ફોટા કે રંગીન ચિત્રને પવિત્ર માનીએ છીએ. વડીલોના ફેટા ચિત્રને જેઈને પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે અને એ ફેટ કે ચિત્રને કઈ ફાડી નાખે. તેના ઉપર કોઈ પણ મૂકે તો તેણે ફોટામાંના વડીલનું અપમાન કર્યું એમ પણ માનીએ છીએ.
તેજ પ્રમાણે ભગવાનની મૂતિ એ પણ ભગવાનનું પ્રતીક છે તે ભગવાનના ચિત્ર કે તેમની મૂર્તિની કઈ આશાતના કરે તેણે ભગવાનની જ આશાતના કરી એમ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org