________________
મૂળ જૈન ધર્મ અને
તે મૂતિઓ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝીઅમમાં રાખવામાં આવી છે એમ સને ૧૯૩૬ના સમાચાર પત્રોમાં જાહેર થયું છે.
૬. વડલી (અજમેર)ના સ્તૂપને શિલાલેખ વીરાતું ૮૪ વર્ષને છે. આ શિલાલેખ અજમેરના મ્યુઝીઅમમાં સુરક્ષિત છે. અને તેમાં માઝિમિકા એટલે માધ્યમિકા નગરીને ઉલ્લેખ છે. આ નગરી ઘણી પ્રાચીન છે. આ શિલાલેખવાળો રસ્તૂપ ભગવાન પાર્શ્વનાથની પણ પહેલાને મનાય છે. એટલે કે ભગવાન પાર્શ્વનાથના પહેલાં પણ મૂતિ હતી.
૭. જીવંત સ્વામીની પ્રતિમા–જીવંત સ્વામીની મૂતિ હાલ ઉજ્જૈનમાં છે. તે ભગવાન મહાવીરના સમયની છે. તેને ઈતિહાસ ઘણે લાંબો છે. ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાંના મહાવીર ચરિત્રમાંથી તથા બીજા ઘણું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાંથી જિજ્ઞાસુએ વાંચી લે.
૮. હસ્તીગુફાને શિલાલેખ-કલિંગાધિપતિ મહામેધવાહન મહારાજા ખારવેલના હસ્તીગુફામાંના શિલાલેખમાં ઉલ્લેખ છે કે–
નંદ રાજા જે શ્રેણિક મહારાજા પછી દોઢસો વર્ષે થયેલ હતા તેણે કલિંગ ઉપર ચડાઈ કરીને ત્યાંથી જિનપ્રતિમા લઈ જઈને પિતાને ત્યાં મંદિર બનાવી તેમાં સ્થાપન કરી હતી.
હેમવંતરિની પટ્ટાવધી કે જેને સમય વિક્રમની પહેલી શતાબ્દિને છે એટલે તે સૌથી પ્રાચીન પદાવલી છે તેમાં પણ જણાવે છે કે નંદ રાજા કલિંગથી જિનમૂર્તિને મગધમાં લઈ ગયા.
કલિંગમાં આ મૂર્તિ તથા તે મંદિર મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં બનાવ્યું હતું.
આ કાર્ય આત્મકલ્યાણું તથા ધર્મકાર્યસાધનાનું એક અંગ હોવાથી ભગવાન મહાવીરે તેની મના કરી નહોતી કે કાંઈ વિરોધ કર્યો ન હતો. શ્રેણિક મહારાજનું મંદિરસૂતિ બનાવવાનું કાર્ય ધર્મવિરુદ્ધ હેત તે મહાવીર ભગવાને તેમના અનન્ય ભક્ત શ્રેણિક મહારાજને તે કામ કરતાં જરૂર અટકાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org