________________
હાલના સપ્રદાયે પ્ર, ૧૦
૧૦૦
૯. શ્રાવસ્તી નગરીની શોધ માટે ખેાદકામ કરતાં ત્યાંથી એક શ્રી સભવનાથ સ્વામીનું મંદિર મળી આવ્યુ છે. આ મંદિર ભગવાન મહાવીર સ્વામીની પહેલાંનું છે. ખુદ મહાવીર ભગવાન પણ ત્યાં વિચરેલા હતા. જૈન જ્યંતિ. તા. ૨૫-૪-૧૯૩૬,
૧૦. રાજગૃહમાં સુપાર્શ્વ મંદિર-બૌદ્ધ ગ્રંથ મહાવગ્ગાના ૧–૨૨-૨૩ માં લખેલ છે કે મહાત્મા યુદ્ધ પહેલવહેલા રાજગૃહમાં ગયેલા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં ઉતર્યા હતા. સુપાતીને સંક્ષેપમાં પાલી ભાષામાં સુપતિથ્થુ લખેલ છે. પરંતુ દિગંબર વિદ્વાન ખાજી, કાન્તાપ્રસાદજીએ તેમના “ મહાવીર ભગવાન અને મુદ્દ” નામના પુસ્તકમાં ૧૧ મા પાના ઉપર અનેક દલીલે। અને પ્રમાણેાથી સિદ્ધ કર્યું છે. કે મહાત્મા બુદ્ધ સૌથી પહેલી વાર રાજગૃહમાં આવ્યા ત્યારે સુપાર્શ્વનાથના મંદિરમાં રહ્યા હતા.
એટલે ભગવાન મહાવીરના વખતમાં રાજગૃહ નગરમાં સુપાર્શ્વ -- નાથની મૂર્તિ તથા મંદિર વિદ્યમાન હતા.
૧૧. સુડસ્થળ મંદિર—ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી વિહાર કરતાં કરતાં સાતમા વર્ષે આબુની નજીક મુડસ્થળ નામના ગામમાં પધારેલા ત્યારે તેમના દર્શનાર્થે રાજા નવિન ત્યાં ગયેલા.. તેની યાદગીરી તરીકે તેમણે ત્યાં એક મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા શ્રી કેશી શ્રમણાચાય પાસે કરાવેલી હતી, તેના શિલાલેખની વિગત ૧૫-૩-૧૯૩૧ ના જૈન ” પત્રમાં પ્રગટ થઈ ચુકી છે.
.
તા.
૧૨. કાટિકાપુર રૂપ-“ રાજાવલી કથા 'માં આચાર્ય શ્રી ભદ્રબાહુના ગુરુ, તેમના શિષ્ય સમુદાય સાથે કાર્ટિકાપુરમાં શ્રી જંખ્ સ્વામીના સ્તૂપના દર્શન કરવા ગયા હતા. એવા ઉલ્લેખ છે. જંબૂ સ્વામી અંતિમ કેવળી હતા. એટલે તેમને રસ્તૂપ ૨૪૦૦ વર્ષ પહેલાંના ગણી શકાય. (જુઓ- Inscriptions at Shravan Belgola by W. Lewis Rice)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org