________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૧
૧૧૩ ચૈત્યના સ્થાને વ્યંતર દેવ વાસ કરે ત્યારે તેને વ્યંતરાયતન કહેવાય.
ચૈત્યને અર્થ જ્ઞાન થતું નથી ચિત્ એટલે જાણવું તે ઉપરથી જ્ઞાન અર્થ ઉપજાવેલ હોય એમ લાગે છે. પરંતુ વ્યાકરણની દૃષ્ટિએ ચિત્ ધાતુ ઉપરથી ચેત્ય શબ્દ થાય પણ ચૈત્ય ન થાય એમ વિધાન પંડિતો કહે છે. અને ચેત્યનું પ્રાકૃત રૂપાંતર ચેઈય ન બની શકે એમ પણ તેઓ કહે છે. એટલે સૂત્રમાં આવતા ચકચય શબ્દનો અર્થ જ્ઞાન કરવામાં આવે છે તે યથાર્થ કેમ ગણાય તે સમજાતું નથી.
સ્થાનકવાસીઓનું વ્યાકરણના
વિધિનું કારણ વ્યાકરણ શિખવાથી શબ્દોના સાચા અર્થ સમજી શકાય છે એ કારણથી જ સ્થાનકવાસી સાધુઓએ વ્યાકરણ શિખવાની મના કરી હતી એમ સમજી શકાય છે. કારણ કે વ્યાકરણ શિખવાથી ચિત્ય વગેરે શબ્દોના સ્થાનકવાસીઓએ જે બેટા અર્થ કરેલા છે તે સમજી જવાય છે.
ચય વગેરે શબ્દોના સ્થાનકવાસીઓએ કરેલા અર્થ બેટા છે એમ જાણવાથી જ જેમણે ઘણું વર્ષ સુધી સ્થા. સાધુ પર્યાય પાળી હતી તેવા સંખ્યાબંધ સત્યાર્થી અને હિંમતવાળા સ્થાનકવાસી સાધુઓએ સ્થા. સંપ્રદાય છોડીને મૂર્તિ પૂજક સંપ્રદાયને અપનાવ્યાના ઘણા દાખલા બની ગયા છે.
આજે પણ એવા ડરથી જ ઘણું અંધશ્રદ્ધાળુ શ્રાવકે વ્યાકરણ શિખવાની અને શિખડાવવાની વિરુદ્ધ પ્રરૂપણ કરતા હેય એમ દેખાય છે. પરંતુ એમ બેટી રીતે સત્યને છુપાવી શકાય નહિ. વહેલું કે મારું સત્ય બહાર આવે છે જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org