________________
૧૧૪
મૂળ જૈન ધર્મ અને
દરેક સાધુ કે શ્રાવકે સૂત્રેના અર્થ બરાબર યથાર્થ રીતે જાણવા સમજવા હોય તેમણે પ્રાકૃત તેમજ સંસ્કૃત વ્યાકરણું શિખવું જોઈએ જ. અને વ્યાકરણ શિખે તો ચેત્ય વગેરે શબ્દોના સાચા અર્થ જાણી શકે. અને પછી જે તે સંપ્રદાયવાદમાં તણાઈ કે લોભાઈ ન જાય તો સૂત્રોના શબ્દોના સાચા અર્થ જ કરે.
રેવ
ને અર્થ
દાખલા તરીકે–ભગવાનની સ્તુતિ કરતાં અથવા ભગવાનને મહિમા બતાવતાં જહા મંગારું વર્ષ રેડ્ડાં શબ્દો ઘણે ઠેકાણે સૂત્રમાં આવે છે. તિખુના પાઠમાં પણ સ્થાનકવાસીઓ હંમેશા તે શબ્દ બોલે છે. તેના અર્થ આમ થાય છે—હે ભગવાન ! આપ કલ્યાણકારી, મંગળકારી, દેવસ્વરૂપ, ચિત્ય સ્વરૂપ છે. અહીંઆ ભગવાનને ચૈત્ય સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ અથવા જ્ઞાનવંત છે એમ કહી શકાય. પરંતુ આત્મા પોતે જ્ઞાનરૂપ જ છે. આત્મા અને જ્ઞાન જુદા જુદા નથી. ભગવાનને દેવસ્વરૂપ કહ્યા તે દેવસ્વરૂપમાં જ્ઞાનસ્વરૂપ અંતર્ગત છે જજે જ્ઞાનસ્વરૂપ નથી તેને દેવસ્વરૂપ કહી શકાય જ નહિ, એટલે દેવ અને જ્ઞાન એકરૂપ છે તેને જુદા કેમ પાડી શકાય તે સમજાતું નથી. .અને અહીં ચિત્ય સ્વરૂપ એટલે આપ સ્મરણીય છે અથવા સ્મારક રૂપ છે અથવા પ્રતિમા સ્વરૂપ છે એમ કહેવામાં આવે તે પણ વાંધા જેવું લાગતું નથી. કારણ કે ભગવાનની પ્રતિમાને પણ તીર્થકરોના વખતમાં પણ માનવામાં આવતી તે આપણે આગળના લેખોમાં જોઈ ગયા છીએ. એટલે ભગવાનને કલ્યાણકારી, મંગળકરી દેવસ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ એમ જે કહેવાયું હોય તે પણ તે અસંભવિત લાગતું નથી તેમ અગ્ય પણ લાગતું નથી. પ્રતિમા એ સ્મૃતિરૂપ સ્મારક છે એટલે ભગવાનને સ્મરણીય કે સ્મારકરૂ૫ પણ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org