________________
મૂળ જૈન ધર્મ અને સુધી મૂર્તિ જીવને પાપ ક્રિયામાં લઈ ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મમાં લઈ જવાને વધે લઈ શકાય નહિ. તેમ જ મૂર્તિ જીવને મિથ્યાત્વમાં ઘસડી ન જાય ત્યાં સુધી તેને વ્યવહાર ધર્મમાં લેવાને વાં કાઢી શકાય નહિ.
ભગવાનની મૂર્તિ ભક્તિ ઉત્પન્ન કરે છે તીર્થકર ભગવાનની મૂર્તિ જીવને પાપમાં તે ખેંચી શકે જ નહિ. એ તો જીવને વૈરાગ્ય કે ભક્તિભાવમાં પ્રેરક બને છે. કારણ કે મૂર્તિના શાંત મુદ્રાવાળા ધ્યાનમય આકારને જેવાથી જેનારના હૃદયમાં પણ વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન થાય છે.
કોઈ એમ કહેશે કે જેને આ મૂતિ કોની છે એમ ખબર હોય તેને જ તેવા ભાવ ઉત્પન્ન થઈ શકે. પરંતુ અજ્ઞાનીને તેવા ભાવ ઉત્પન્ન ન થાય. તેના જવાબમાં કહેવું જોઈએ કે–
અજ્ઞાનીઓ પણ સંસારીના બાહ્ય દેખાવમાં અને સાધુ વેરાગીના બાહ્ય દેખાવમાં ભેદ છે એટલું તે સમજે જ છે. જંગલી લોકો પણ સાધને જોઈને તેમને વંદન નમસ્કાર કરે છે. એ વાત અનેક પ્રાચીન થાઓમાં પણ આવે છે. એનું એ જ કારણ છે કે સંસારીને દેખાવ સાધુના દેખાવથી તદન ભિન્ન છે. અને તેમાં પણ ધ્યાનસ્થ સાધુને દેખાવ ભિન્ન હોય છે એટલું જ નહિ પરંતુ તે પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન કરનાર છે. તેથી જ જંગલી લોકો પણ સાધુને તુરત ઓળખી શકે છે. અને તે જ પ્રમાણે અજ્ઞાની જંગલી લો કે મૂતિ’ જોઈને તે મૂર્તિ ભગવાનની છે એમ ન જાણતા હોય તે પણ તે મૂતિ કઈ સંત મહાત્માની છે એમ તે સમજે જ છે. એટલે મૂર્તિ અજ્ઞાનીમ પણ ભક્તિભાવ પ્રેરે છે.
તે પછી જ્ઞાની અને સમજુ માણસને મૂર્તિ જોઈને પૂજ્યભાવ, ભક્તિભાવ ઉત્પન્ન થાય છે તેમાં નવાઈ જેવું પણ કાંઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org