________________
મૂળ જૈન ધમ અને
જેમ અહીંઆ તેમ દેવલાકમાં પણ સ તીર્થંકર અથવા સર્વ સિદ્ધોના પ્રતીક તરીકે ત્યાંની મૂર્તિઓને ગણીને પૂજા કરતા હોય તે તેમાં આશ્રય જેવું કાંઈ જ નથી.
૯૬
દેવાના જીત વ્યવહાર શેને માટે છે?
દેવલાકમાં દેવ દેવીઓ તીર્થંકર ભગવાનાની શાશ્વતી મૂર્તિ પ્રતિમાઓની પૂજાભકિત કરે છે એ વાત સ્થાનકવાસીઓના માન્ય સૂત્રમાં આવે છે. એટલે તે વાત સ્થાનકવાસી કબૂલ તા કરે છે જ. પરંતુ તેનુ મહત્વ ઉડાડી દેવા માટે સ્થાનકવાસી કહે છે કે
“ એ તે। દેવાના છત વ્યલહાર છે એટલે કે એક રિવાજ છે. પશુ દેવા ધમ માટે, કલ્યાણ માટે કે તરવા માટે ભક્તિપૂજા કરતા નથી પરંતુ રાજ્યશાંતિ માટે સુખની બુદ્ધિએ દેવેશ પ્રતિમાજીને માને છે. કારણ કે દેવલાકમાં ધમ ક્રિયા નથી, પુણ્ય ક્રિયા નથી, દાન ક્રિયા નથી, દેવે તે કત પૂર્વાપુણ્યના ફળ ભેગવવા માટે જ દેવપણે ઉત્પન્ન થયા છે અને તેથી સુખ ભેગવે છે.”
ત્યારે પ્રશ્ન ઉઠે છે કે—દેવામાં શુ ધમ ભાવના નથી હોતી ? કલ્યાણ ઇચ્છા નથી હાતી ?
અલબત્ત મિથ્યાદષ્ટિને એવા વિચાર ન હોય, પણ તે શું દેવલાકમાં બધા મિથ્યાદષ્ટિ જ હોય છે ! એમ તે મને જ નહિ. કારણ કે સમ્યગદ્યષ્ટિ મનુષ્યા દેવલે કમાં ઉપજે તે ત્યાં સમ્યગદૃષ્ટિપણે જ રહે કે નહિ ?
આ પ્રશ્નોનું સમાધાન રાજપ્રશ્નનીય સૂત્રમાંથી મળી શકે છે. સૂર્યાંભદેવ દેવલાકમાં ઉત્પન્ન થયા પછી પહેલા જ વિચાર એ કરે છે કે
“ અહીં ઉત્પન્ન થઈ ને મારૂ પહેલું કર્તવ્ય શું છે ! હવે. પછી નિરંતર શુ કરવાનુ છે ? તત્કાળ અને ભવિષ્યમાં સાને માટે શ્રેય રૂપ એવું શું કામ મારે કરવાનું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org