________________
હાલના સંપ્રદાયે પ્ર. ૯
સુલભ છે કે દુર્લભ? શું તે આરાધક છે કે વિરોધ કરે તે
ચરમ શરીરી છે કે અચરમ શરીરી?" ભગવાન જવાબમાં કહે છે કે
“હે સૂર્યાભ? તું ભવ્ય છે, સમ્યગ દષ્ટિવાળો છે, સંસારમાં પરિમિતપણે ભમનારે છે, તને બેધિની પ્રાપ્તિ સુલભ છે, તું આરાધક છે અને તું ચરમ શરીરી છે.”
આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે દેવલોકમાં સમ્યમ્ દષ્ટિ દેવો ઘણા હોય છે, તેઓ ધર્મ ભાવનાવાળા હોય છે, આત્મકલ્યાણની ઈચ્છાવાળા હોય છે અને અરિહંત ભગવતેની તથા તેમની પ્રતિમાની ભક્તિપૂજા કરવી એ તેમને ધર્મ માટેનો જીત વ્યવહાર છે.
મનુષ્યોની માફક દે વ્રત પચ્ચખાણ કરી શકતા નથી કે સામાયિક વગેરે ક્રિયા કરી શકતા નથી પરંતુ તેઓમાં ધર્મભાવના હોય છે, અરિહંત ભગવતેની તથા તેમની પ્રતિમાની ભક્તિ પૂજા કરે છે એટલું જ નહિ પણ છવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે
નંદીશ્વર દીપે બાવન પર્વત ઉપર બાવન સિદ્ધાયતન છે. ત્યાં ઘણા ભવનપતિ, વ્યંતર, જોતિષી તથા વૈમાનિક દેવતા આષાડ, કાંતિક અને ફાગણ એ ત્રણ માસામાં, પર્યુષણ પર્વ, સંવત્સરી તથા બીજી ઘણી તિથિને વિષે તીર્થકરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળ જ્ઞાનપ્રતિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિ વખતે દેવો એકઠા થઈને અષ્ટાબ્લિકા મહા મહોત્સવ કરે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે દેવે ધર્મભાવના સહિત હોય છે, ધર્મોત્સવ ક્રિયાઓ કરે છે અને આત્મકલ્યાણની ભાવના ભાવતા રહે છે.
દેવને પુણ્યક્રિયા કે પાપક્રિયા નથી એમ કહેવું તે ભૂલભરેલું છે. દેવભવમાં ઘણું પાપ કરીને નરક કે તિર્યંચ ગતિમાં જાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org