________________
હાલના સમયે પ્ર. ૯
૭૭
અને તેથી સંપ્રદાયમાંના મતભેદ મટાડવાની કે બને તેટલા મતભેદ ઓછા કરવાની કોશિશ કરવી તે દરેક જૈનનું પહેલું કર્તવ્ય છે.
એકતાને અર્થ અહીં એક્તાને વ્યવહારિક એકતા અથવા બાહ્ય એકતા જે અર્થ લેવાને નથી. પણ ધર્મની એકતાને અર્થ લેવાને છે. કારણ કે જૈનધર્મ એક જ છે.
સંપ્રદાયવાદને કાયમ રાખવાથી શાબ્દિક એક્તા આવી શકે, બાહ્ય એક્તા આવી શકે પણ આંતરિક એકતા કે જે સાચી એકતા છે તે આવી શકે જ નહિ. શાબ્દિક કે બાહ્ય એકતાથી ધર્મમાં શાંતિ કદી આવી શકે જ નહિ. કારણ કે મનુષ્ય સ્વભાવ જ એ છે કે તે સંપ્રદાયવાદથી પ્રેરાઈને પ્રસંગેપાત કલહ, કંકાશ, ઝઘડા કર્યા વિના રહે જ નહિ, એક્તાની વાત કરવા છતાં જુદા જુદા સંપ્રદાયમાં અવારનવાર ધાર્મિક ઝઘડા થયા જ કરે છે તે મારી વાતની સાબિતી છે.
જ્યાં સુધી અંતકરણમાં સત્ય સમજાય નહિ. સત્યની પ્રતીતિ થાય નહિ ત્યાં સુધી કોઈ માણસ એકતાના પંથે પળી શકે નહિ. તેથી ધાર્મિક એકતા માટે પણ શુદ્ધ મૂળ સત્યધર્મની જાણકારી થવી જોઈએ. શુદ્ધ ધર્મ સમજવા માટે સંપ્રદાયવાદની ખામીઓ, બેટી માન્યતાઓ પણ બતાવવી જ પડે. સંપ્રદાયવાદીઓને તેમની ખામીઓ, અને બેટી માન્યતાઓ જાહેર રીતે બહાર આવતાં ઉગ થાય તે સ્વાભાવિક છે. પણ તેથી શુદ્ધ ધર્મની વાત ખેતી કરી શકતી નથી. પરંતુ
એક્તા કરવા માટે દરેક સંપ્રદાયમાં જે જે ખેટી માન્યતાઓ ઘુસી ગઈ હોય તે તે માન્યતાઓ સિદ્ધાંતથી, અનેકાંતવાદથી, તર્કથી, શોધખોળથી વગેરે રીતે ખેટી પૂરવાર થાય તે માન્યતાઓને તે સંપ્રદાયે છોડવા તૈયાર થવું જ જોઈએ, તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org