________________
૪૦
મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબરનું સમાધાન–દરેક વખતે વ્યવસ્થિત કરવા માટે યાદ રહ્યું હોય તેટલાને જ સળંગ નંબર આપ્યા છે. તેમ કરવામાં ન આવે તો પઠન પાઠનમાં ગરબડ ઉભી થાય. સળંગ નંબર અપાઈ જાય ત્યારે જ સૂત્ર વ્યવસ્થિત થયું કહેવાય અને તે પછી જ વાચના યથાર્થ રીતે અને વ્યવસ્થિત રીતે આપી શકાય.
એટલે દિગંબરની એ દલીલ પણ વજુદ વિનાની છે. ૩. હાલના સૂની ગણધરના જેવી ગંભીર વાણું નથી.
શ્વેતાંબરેનું સમાધાન-દિગંબર દલીલકારનું કહેવું એમ લાગે છે કે હાલના સૂત્રોની ભાષા ગણધરની ભાષા જેવી નથી. એમ કહેવું હોય તો તે બનવું સંભવિત છે. કારણ કે–
મૂળસૂત્રો મગધ દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં રચાયેલાં તે પછી સાધુ મુનિએ આતે આતે પૂર્વ હિંદુસ્તાનમાંથી પશ્ચિમ તરફ વિહાર કરતા આવ્યા. તેમના વિહારમાં વચમાના અનેક પ્રદેશની ભાષાઓના શબ્દોનું મિશ્રણ થયું હોય તે સ્વાભાવિક છે. કારણ કે વિસ્મૃત થયેલ શ્રતને ફરી વાર યાદ કરતાં મૂળ શબ્દને બદલે એ જ અર્થને બીજે શબ્દ મૂકાઈ જાય તે સંભવિત છે. એ પ્રમાણે પુસ્તક લખાયા ત્યાં સુધીના એક હજાર વર્ષમાં શબ્દોમાં પરવિર્તન થયું હોય તે સંભવિત છે.
પરંતુ ભાષા ગંભીરતા તેના શબ્દોના અર્થમાં છે. અને આજે પણ વિદ્વાન સાધુઓ સૂત્રોના શબ્દોના જુદા જુદા અનેક અર્થ કરી બતાવી શકે છે.
એટલે દિગંબની એ દલીલમાં ખાસ વજુદ નથી"
૪ દિગંબરે થી દલીલમાં કહે છે કે ઉપરની ત્રીજી દલીલના જવાબમાં વખતે તમે એમ કહેશે કે અંગને ગણધરોના કથનાનુસાર મહર્ષિઓએ (પૂર્વાચાર્યોએ) બનાવ્યા છે. તો મહર્ષિઓએ કર્તા તરીકે પિતાનું નામ ન રાખતાં ગણધરનું નામ કેમ રાખ્યું છે? એથી તે તેમના બીજા મહાવ્રતનું ઉલ્લંધન થયું. એથી જૈનજાતિ ઉપર કેવો પ્રભાવ પડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org