________________
મૂળ જૈન ધર્મ અને સં. ૮૮૦ માં જ પુસ્તકારૂઢ થયા, અને તે પહેલાં તે સર્વ આગમ ગ્રંથ આચાર્યો તથા સાધુ સાધ્વીઓને મુખપાઠ જ રહેતા હતા.
દેવદ્ધિગણિના સમયમાં સર્વ સૂત્રશાસ્ત્ર ગ્રંથ પ્રકરણ પુસ્તકારૂઢ થયા એ તે ખરૂં જ પરંતુ તેની પહેલાં સૂત્રશાસ્ત્ર લખાયા જ નહતા એમ ચક્કસપણે કહેવાય જ નહિ.
આપણે ઉપર જોયું કે બીજા સાધુ સંમેલનમાં મહારાજા ખારવેલે સુ ભેજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લખાવ્યા હતા. એટલે પહેલ વહેલા વીર સં. ૩૩૦ ની લગભગમાં લિપિબદ્ધ થયા હતા. પરંતુ એની નકલ બહુ જજ કરેલી અને તેને જરૂર પડયે જ ઉપયોગ કરવાનું હતું. બાકી સ તો સાધુઓ નિયમિત રીતે મુખપાઠ જ રાખતા.
ત્રીજી આગમ વાચના વખતે આરક્ષિત સૂરિએ અનુગદ્વાર સૂત્ર રચ્યું હતું. તેના સૂત્ર ૩૪માં કહ્યું છે કે–સે fk. શાળા સારી માવ સરીર વરિ દ્રવ્રસુન્ની વય વથા ઉચિં! એટલે પત્ર પુસ્તક (પિથી) પર લખેલ શ્રતને દ્રવ્ય કૃત કહેલ છે.
ભાજપત્ર. તાડપત્ર પર તે બીજા સાધુ સંમેલન વખતે સૂત્ર લખાયા હતા. તે પછી કાગળ પર લખવાની પણ શરૂઆત થઈ ગઈ હશે. માટે જ આરક્ષિતે કહ્યું છે કે પત્ર તેમ જ પિથી પુસ્તક પર લખેલ શ્રતને દ્રવ્યત કહેવાય છે.
એટલે તે વખતે સૂત્ર શાસ્ત્રો લખવાની પ્રવૃત્તિ ચાલું તો થઈ ગઈ હતી. અને તેથી નિશીથ સૂત્રમાં કાલિક શ્રત તથા કાલિક શ્રત નિર્યુક્તિને માટે પાંચ પ્રકારના પુસ્તકો રાખવાને સાધુઓને અધિકાર આપવામાં આવ્યો છે. જે પૂર્વકાળમાં સૂત્રે લખવામાં આવતાં જ ન હેત તે નિશીથ ભાગ્યકાર વગેરે તેની ચર્ચા અને વિધાન કરત નહિ.
" એટલે માથુરી અને વાલભી વાચનાના સમયમાં સ્કંદિલાચાર્યું - અને નાગાર્જુનાચાર્યું સૂત્ર પુસ્તકોમાં લખાવ્યા હતા એમાં તો કંઈ શક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org