________________
પ્રકરણ પાંચમું
મુહપત્તિ
મુહપત્તિ માટે જૈતાના ત્રણ ક્રિકામાં ત્રણ જુદી જુદી માન્યતાએ ઇં દિગભગ નિશ્ચયને પ્રાધાન્ય આપે છે. તેથી મુહપત્તિને માનતા નથી.
શ્વેતાંબરા વ્યવહારને પ્રાધાન્ય આપે છે તેથી તે મુહપત્તિની જરૂરીઆત સ્વીકારે છે, પણ શ્વેતાંબરમાં એ સંપ્રદાય છે...(૧) મૂર્તિ પૂજક અને ( ૨ ) સ્થાનકવાસી. ત્રીજો તેરાપથ છે . પણ તે સ્થાનકવાસીમાંથી જ નીકળેલા હાઈ તે સ્થાનકવાસી પ્રમાણે જ મુહપત્તિ સબંધી માન્યતા ધરાવે છે. આ બન્ને સોંપ્રદાય મુહપત્તિ માટે જુદી જુદી માન્યતા ધરાવે છે.
મૂર્તિ પૂજક મુહપત્તિને હાથમાં રાખી જરૂર પડયે તેના ઉપયાગ કરવા એમ હાલ માન્યતા ધરાવે છે.
સ્થાનકવાસી મુહપત્તિ અહેારાત્ર માઢે બાંધી રાખવાની માન્યતા ધરાવે છે.
સ્થાનકવાસી મુનિઓએ પેાતાની માન્યતા સિદ્ધ કરવાના અતિરેકમાં જુદા જુદા પુસ્તકા બહાર પાડી તેમાં તીથંકર ભગવાનના મુહપત્તિ સહિતના ચિત્ર ખનાવી તેમના પુસ્તકામાં છપાવ્યાં તેમજ પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રસિદ્ધ મુનિવરોનાં પણ ચિત્ર બનાવી તે ચિત્રા તેમના પુસ્તકામાં છપાવ્યા.
સ્થાનક્વાસી મુનિએ એ રીતે ઉત્સત્ર પ્રરૂપણા કરતાં જાય અચકાયા નહિ, કારણ કે તીર્થંકર ભગવાના સંપૂર્ણ રીતે અચલક હાય છે એ સૂત્ર-સિદ્ધ હકીકત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org