________________
હાલના સંપ્રદાયે પ્ર. ૫
તો સૌ કોઈ જાણતા જ હોય કે આ અમારા મહારાજશ્રી છે. અને મુનિની ઓળખાણ મુહપત્તિથી પડે એમ દલીલ છે. પરંતુ મુહપત્તિ સિવાય પણ મુનિ તેમના વેષથી જૈન સાધુ તરીકે ઓળખાઈ શકે છે. બીજું આવી ઓળખાણને પ્રસંગ તે મુનિ બહાર નીકળે ત્યારે જ આવે. અને બહાર નીકળતી વખતે મુનિએ મુહપત્તિ બાંધી રાખવાને નિયમ હોય તે પછી તે સંબંધને વાંધે રહે નહિ.
(૩) જેમનું હૃદય સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો પ્રત્યે પણ કરુણાથી ભરપૂર છે. જેઓ સૂક્ષ્મણિંસા કરવાથી ડરે છે એટલું જ નહિ પણ અનિચ્છાએ ય સૂક્ષ્મ હિંસા થઈ જતાં હૃદયમાં દુઃખ ધરે છે. જેઓ નિરંતર યત્ના જાળવવામાં સાવધાન છે અને જેઓ સદાયે આત્મસ્વરૂપની ભાવનામાં લીન રહે છે તેમને મુહપત્તિની જરૂર નથી એમ ગણવું.
આ સમન્વયમાં પણ એક વિરોધ તે કાયમ રહેશે. જેમ અલકને જ સાધુ માનનારા સલકને સાધુ માનતા નથી તેમ મુહપત્તિને જ સાધુનું ચિન્હ માનનારાએ અચલકને સાધુ તરીકે સ્વીકારશે નહિ, આ બન્ને વિધો તો કાયમ રહેવાના. એ વિરોધ ન ધર્મની એકતા થશે ત્યારે જ ટળશે.
એકતા ઈચ્છનારે તે તત્ત્વ સમજવું જોઈએ અને તત્ત્વને માન આપી વર્તવું જોઈએ.
મુહપત્તિ માટે તત્વ તે એ છે કે –
પુણ્ય કે પાપ બન્ને કર્મને આધાર છના ભાવ ઉપર છે. ભાવ ખરાબ ન હોય, હિંસાની વૃત્તિ ન હય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ દયાભાવ વર્તતે હેય ત્યારે જીવને તેની સ્વાભાવિક ક્રિયાથી પાપ લાગી શકે નહિ.
બાલવું એ સ્વાભાવિક ક્રિયા છે. અને મુનિ તે જરૂર પૂરતું જ બેલે અને તે પણ ધર્મને, સત્યને અનુસરીને જ બેલે. મુનિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org