________________
મૂળ ન કર્મ અને ત્યારે મૂર્તિપૂજક મુનિઓએ, શું તીર્થકર ભગવાને તેમના મુખ પર મુહપતિ દેરાથી બાંધી રાખતા હતા? એવો પ્રશ્ન કરી મુહપતિ હાથમાં રાખવાની છે અને મોઢે બાંધી રાખવાની નથી પણ હાથમાંની મુહપત્તિને જરૂર પડશે મોઢા આડી રાખીને ઉપયોગ કરવાનું છે એમ પ્રતિપાદન કરનારાં પુસ્તકો છપાવ્યા.
તેના જવાબમાં સ્થાનકવાસીઓએ એવા મૂર્તિપૂજક લેખકોને ચારિત્રભ્રષ્ટ કહી અનેક વિશેષણોથી તેમને બદનામ કરનારાં લખાણો તેમના પુસ્તકોમાં લખી સાથે સાથે મુહપત્તિ બાંધી રાખવી એ જ સાચે નિયમ છે એમ પ્રતિપાદન કર્યું.
તેમાં પણ તેમની એક દલીલ તો ખરેખર હાસ્યાસ્પદ દેખાય છે, કારણ કે તે દલીલ તેમની જ વિરૂદ્ધ જાય છે, તેઓ કહે છે કે મૂર્તિ પૂજકોના શાસ્ત્રોમાં મૃત મુનિના દેહને મુહપત્તિ બાંધવાનું લખેલું છે. એટલે મુહપત્તિ કાયમ બાંધી રાખવાનું પૂરવાર થાય છે. પરંતુ મૃતના મોઢા ઉપર મુહપત્તિ બાંધી દેવાનું કહ્યું છે એ જ સાબિત કરી બતાવે છે કે પહેલાં મુહપતિ બાંધેલ નહતી. એટલે કે બાંધી રાખવામાં આવતી નહતી. આ છે તર્કને ઊંધે ઉપયોગ
આમ બન્ને પક્ષ તરફથી અનેક રીતે તર્કબાજીએ ગલાવીને પિતાપિતાના મતની પુષ્ટિ કરનારા લખાણે દલીલ કરી છે, પણ ખૂબીની વાત એ છે કે એ બન્ને પક્ષના બધા લેખકોએ ફક્ત પોતાની માન્યતાના જ ગાણું ગાયા છે પરંતુ કોઈએ સત્ય શોધવાની મહેનત કરી નથી તેમજ તેને સમન્વય કરવામાં તેમનું ચિત્ત લગાડયું નથી. - “હું સાચો છું” એવી જાતને મહાગ્રહ બન્ને પક્ષોએ પકડી રાખે તેને બદલે તેઓએ સમાધાનકારક સમન્વય કરવામાં ચિત્ત લગાયું હોત તો કયારનું એ સમાધાન થઈ ગયું હતું અને એકતામાં એક પગલું આગળ વધી શકાયું હેત. * સમાધાનની ઇચ્છા હોય તે સમાધાનના ઘણું રસ્તા નીકળી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org