________________
પ્રકરણ ચોથું તીર્થની મહત્તા
સ્થાનકવાસી જૈન તીર્થ સ્થળોની મહત્તા માનતા નથી, તીર્થ સ્થળને કોઈ રીતે ઉપયોગી સાધન તરીકે સ્વીકારતા નથી. ત્યારે સ્થાનકવાસી સિવાયના સર્વ જેને તીર્થની મહત્તા માને છે, સમજે છે. અને તીર્થ સ્થળને ભક્તિભાવ વધારનારું, ધર્મભાવના વધારનારું એક ઉત્તમ સાધન ગણે છે.
તેથી તીર્થ સંબંધી વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે.
સ્થાનક્વાસીઓએ પિતાની માન્યતા શી છે તેનું ક્યાંય પણ સ્પષ્ટીકરણ કર્યું હોય એમ દેખાતું નથી. માન્યતા માટે મુખ્ય સવાલ
(૧) સ્થાનકવાસી સૂત્ર સિદ્ધાંતને બાધ ન આવતે હેય તે ધાર્મિક બાબતે માને છે કે નહિ અથવા
(૨) સ્થાનકવાસી ફક્ત સૂત્રમાં હોય તેટલું જ માને છે?
જે સૂવામાં હોય તેટલું જ માનવાનું સ્થાનકવાસીઓ કહેતા હોય તે તેમની માન્યતા એક ક્ષણ પણ ટકી શકે તેમ નથી. કારણ કે સૂત્રમાં નથી તેવી સેંકડો બાબત સ્થાનકવાસીઓ વેતાંબરની પેઠે જ માને છે. ' ત્યારે એમ નક્કી સમજાય છે કે સૂત્ર સિદ્ધાંતને બાધ ન આવે તેવી વાતે સ્થાનકવાસીઓ માનતા આવ્યા છે અને તેથી આજે પણ તેઓ તેવી વાત માનવા તૈયાર છે અથવા તૈયાર હેવા જોઈએ એમ સમજવું જોઈએ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org