________________
૫૮
મૂળ જૈન ધર્મ અને તેના જ બીજા અર્થ થતા હોય તેને ગૌણ કરી દેવા અથવા તેને માનવા જ નહિ તે સંપ્રદાયવાદ,
સત્યાસત્યના વિવેક વિના અથવા અર્થની સત્યતાની ચકાસણું કર્યા વિના ગુરુએ જે વસ્તુ જે રીતે સમજાવી તે રીતે જ તેને સંપૂર્ણ સત્ય તરીકે માનવી તે અંધ શ્રદ્ધા,
સંપ્રદાયવાદમાં અમુક અંશે ભગવાનના વચનની વિરુદ્ધની માન્યતા હેય છે. જેટલે અંશે ભગવાનના વચનની વિરુદ્ધ માન્યતા, તેટલે અંશે મિથ્યાત્વ,
સંપ્રદાયવાદમાં અમુક પ્રકારને મતાગ્રહ હોય છે. મહાગ્રહથી કદી મેક્ષ નથી એટલે
સંપ્રદાયવાદ એ શુદ્ધ સમક્તિને બાધક છે.
અંધશ્રદ્ધાળુ સંપ્રદાયવાદીમાં સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિને સદંતર અભાવ હોય છે. કારણ કે તે તેના ગુરુએ શિખડાવેલી રીતે જ વિચાર કરવાને ટેવાઈ જાય છે તેથી તે બીજી કોઈ રીતે વિચાર કરી શકતો નથી. એટલે તે સત્યને કદી સત્ય તરીકે સમજી, માની કે ઓળખી શકતો નથી.
અંધશ્રદ્ધાળુ સંપ્રદાયવાદી પોતાની માન્યતાના વર્તુલની બહાર નીકળી શક્તો નથી, વર્તુલની બહાર જોઈ શકતા નથી, વર્તુલની બહારનું જેવા કે જાણવાની ઈચ્છા પણ કરતો નથી તેથી તે સત્ય સમજી શકવાને અસમર્થ હોય છે.
સત્યાસત્ય વિવેકપૂર્વક સ્વતંત્ર રીતે વિચાર કરી શકે તે જ માણસ સત્ય સમજી શકે છે અને સત્ય સમજણ એજ સમક્તિ છે, એ જ મેલને દરવાજે છે. તે માટે મોક્ષની અભિલાષાવાળાએ સંપ્રદાયવાદના મતાગ્રહથી અળગા રહી, મૂળ શુદ્ધ જિન ધર્મને સમજવા, માનવા અને અનુસરવાનું જ લક્ષ રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org