________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
આવતું નથી એમ તે કબૂલ કરવું જોઈએ. અને જે વસ્તુ સિદ્ધાંત વિરુદ્ધ જતી હોય તે ખાટી છે. અથવા અમાન્ય છે એમ પણ કબૂલ કરવું જ જોઈએ,
એટલે શુદ્ધ જૈન ધર્મને અનુસરવા ઈચ્છતા હોય તેમણે આચાર સંબંધી સર્વ બાબતેને સિદ્ધાંતની બારિકાઈથી ચકાસવી જોઈએ અને તેમ કર્યા પછી જે સત્ય લાગે તેટલું જ સ્વીકારવું જોઈએ,
સાધ્વી પ્રત્યેના વર્તનમાં ફેરફાર જૈન આચાર શાસ્ત્રમાં પૂર્વાચાર્યોએ અનેક ફેરફાર કરી નાખ્યા છે તેમને એક ફેરફાર એ છે કે–૮૦ કે ૧૦૦ વર્ષની દીક્ષા પર્યાયવાળી સાધ્વીએ એક જ દિવસના દીક્ષિત સાધુને પણ વંદન કરવું જોઈએ!
' આ ફેરફાર કરતી વખતે તેઓ જૈન સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધનું જ વર્તન કરી કરાવી રહ્યા છે તેની પણ તેમણે પરવા કરી નથી.
મુનિશ્રી વિદ્યાવિજ્યજીએ જણાવ્યું છે તેમ સર્વ ભવેતાંબરે ભગવાન મલિનાથ સ્ત્રીતીર્થકર હતા એમ માને છે જ અને તે સ્ત્રીતીર્થકરને સર્વ પુરુષ સાધુઓ વંદન કરતા હતા એમ પણ માને છે જ. આમ તીર્થકરોએ પણ સાધુ માટે સ્ત્રીને વંદન કરવાની મના કરી નથી. ત્યારે પૂર્વાચાર્યોએ તીર્થકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સાવીને વંદન કરવાની સાધુઓને મના ફરમાવી છે!
- સાધુ માટેની આવી મને જૈન સિદ્ધાંત વિરુદ્ધની છે તેની પુરુષ તરીકેના અભિમાનમાં પૂર્વાચાર્યોએ પરવા કરી નથી. અને અંધશ્રદ્ધાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW