________________
હાલના સંપ્રદા
પ્ર. ૩
હોવાનું માને છે. છતાં પુરુષ તરીકેના અભિમાનથી સ્ત્રીને હલકી
ઠરાવવી કે ગણવી તે સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. હ, વ્યવહારમાં માતા વગેરે વડીલ સ્ત્રીઓને પૂજ્ય ગણવામા આવે છે તેજ રીતે ધર્મમાં કેમ નહિ ?
માતા ગુણવંતીએ દીક્ષા લીધી છે અને સાધ્વી બનેલ છે. થોડા વખત પછી પુત્ર વિનયચંદ્રની પત્ની ગુજરી જતાં વૈરાગ્ય ભાવ આવવાથી વિનયચંદ્ર પણ દીક્ષા લઈ સાધુ બને છે. સંસારમાં માતા તરીકે, વિનયચંદ્ર ગુણવંતીને પૂજ્ય ગણું નિયમિત વંદન કરત. અને ગુણવતી સાધ્વી થયા પછી પણ વિનયચંદ્ર સાધ્વી ગુણવતીને ભકિત અને વિનયથી વંદન કરતો. હવે વિનયચંદ્ર સાધુ થયેલ છે તેથી શું સાધ્વી ગુણવંતી વિનયચંદ્રને વંદન નમસ્કાર કરશે ? નહિ જ.
સાધ્વી ગુણવંતીએ વિનયચંદ્રને નમસ્કાર કરવા જ જોઈએ, વંદન કરવું જ જોઈએ એમ માનનારા કે કહેનારાને જૈન ધર્મના સિદ્ધાંતનું જ ભાન નથી એમ કહેવું જોઈશે. અથવા તે એવું કહેનારા માનનારા જૈન ધમી નથી
પણ જૈન હવાને દંભ કરે છે એમ જ માનવું જોઈએ. ૧૦. જૈન ધર્મમાં સર્વ ઠેકાણે ચારિત્ર અને ગુણની મહત્તા ગાઇ
છે પણ ક્યાંય પુરુષ વેદની મહત્તા બતાવી નથી. આત્માને વિકાસ, આત્માને ઉત્કર્ષ ગુરુ અને ચારિત્રથી થઈ શકે છે. તેમાં વિદના ભેદ સ્વીકારવામાં આવ્યો નથી. છતાં સાધ્વી સ્ત્રીના ગુણ ચારિત્રની મહત્તા ટાળી નાંખીને તેને નવદીક્ષિત મુનિથી પણ હલકી ગણવામાં આવે ત્યારે જૈન સિદ્ધાંતનું જ ખૂન કરવામાં આવે
છે એમ જ ગણાય. ૧૧. “શેરી ગાથા” નામના બૌદ્ધ ભિક્ષુણીઓના “ગાથા સંગ્રહમાં - ભદ્રા કંડલા કેશા નામની એક જૈન સાધ્વીનું વર્ણન આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org