________________
હાલના સંપ્રદાયે પ્ર. ૩
શ્વેતાંબરેનું સમાધાનએ વાત તો ખરી જ છે કે હાલમાં ઉપલબ્ધ સૂત્રે બધો ભાગ મૂળને જ નથી. કારણ કે પૂર્વાચાર્યો તેમના શિષ્યોને શિખડાવવાને માટે મૂળ સૂત્રે ઉપર વિવેચન કરતા. તે વિવેચન પદ્યમાં કરતા કે જેથી શિષ્યોને સહેલાઈથી યાદ રહી જાય. કારણ કે બધું મૃત મુનિઓને મુખપાઠ જ રહેતું.
મૂળ સૂત્ર અને પૂર્વાચાર્યોના વિવેચને બધું એક સાથે શિષ્યો યાદ રાખતા. પૂર્વાચાર્યો પોતાના વિવેચને પોતાના નામથી જુદા પાડતા નહતા કારણ કે તેમને નામને માહ નહોતા. તેમને ઉદ્દેશ ફક્ત શિષ્યોને જ્ઞાન આપવાનો હતે.
હાલના ઉપલબ્ધ સૂત્રમાં મૂળ તથા વિવેચનેનું મિશ્રણ જરૂર છે. પણ તેનું કારણ એવું નથી કે જેથી સૂત્રોને વિચ્છેદ ગણાય અથવા સૂત્રો અમાન્ય ગણાય,
વિવેચન તે મૂળના સ્પષ્ટીકરણરૂપે છે અને તેથી તે જરૂરનું જ ગણાય. સૂત્ર કે ગ્રંથ અમાન્ય તો ત્યારે જ ગણાય કે જ્યારે તેની અંદરનું લખાણ સિદ્ધાંત વિરુદ્ઘનું હેય. અને સૂત્રમાં સિધ્ધાંત વિરુધ્ધનું શું શું છે તે તો દિગંબરેએ બતાવ્યું જ નથી.
સ વિચ્છેદ ગયાની દિગંબરેની વાત
તેમના જ ગ્રંથેથી બેટી કરે છે. દિગંબરે કહે છે કે સૂત્રે વીર સંવત ૬૮૩ માં વિચ્છેદ ગયા હતા. આ વાત તેમના જ ગ્રંથ ઉપરથી બેટી પૂરવાર થાય છે તેની કેટલીક વિગત મેં મારા જૈનધર્મ અને એકતા પુસ્તકના સૂત્રે અને આગમ'નામના પ્રકરણ ન. ૨ માં આપી છે તે જિજ્ઞાસુએ જોઈ લેવી.
દિગંબર ગ્રંથકારેએ વિક્રમની છઠી સદી સુધી Aવેતાંબર સત્ર શાસ્ત્રોને તેમના ગ્રંથોમાં છૂટથી ઉપયોગ કર્યો છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org