________________
મૂળ જૈન ધર્મ અને
નાગાર્જુનરિએ દક્ષિણું પથના શ્વેતાંબર શ્રમણ સંઘને એકત્ર કરેલો અને દુકાળમાં ભૂલાઈ ગયેલા આગમને ઉદ્ધાર કરવાનું શરૂ કરેલું. વાચક નાગાર્જુનને તથા શ્રમણસંઘને જે જે આગમ પાઠ યાદ હતા તે વ્યવસ્થિત કરીને સ્થાપન કર્યા. અને જે ભૂલાઈ ગયા હતા તે સ્થળે પૂર્વાપર સંબંધ જોઈને વ્યવસ્થિત કર્યા.
એ પ્રમાણે આગમ ઉપરાંત પ્રકીર્ણ (પ્રકરણ) ગ્રંથોને પણ ઉદ્ધાર કર્યો. અને પછી તે અનુસાર વાચના આપવા લાગ્યા. તેને નાગાજુની વાચના કહે છે. અને વલ્લભીમાં સંપન્ન થયેલ હોવાથી તેને વાલભી વાચના પણ કહે છે.
આચાર્ય સ્કંદિલ અને આચાર્ય નાગાર્જુન સમકાલિન હતા, અને લગભગ એક સમયે જ બને વાંચના સંપન્ન થઈ હતી, પરંતુ તે પછી તે બને આચાર્યો એક બીજાને મળી શક્યા ન હતા. તેથી બન્નેની વાચનામાં કયાંક કયાંક ભિન્નતા રહી ગઈ હતી તે એમની એમ રહી ગઈ.
- વિસ્મૃત થયેલ તેને યાદ કરીને બે ઠેકાણે વ્યવસ્થિત કરવામાં વાચનાભેદ આવે તે સમજી શકાય તેમ છે. બન્ને આચાર્યો મળી શક્યા હોત તો તેઓ પરસ્પર રૂબરૂ ચર્ચા કરીને ભિન્નતા મટાડી શક્યા હેત. પરંતુ તેમ નહિ બની શકેલ હોવાથી મતભેદના – ભિન્નતાઓના ઉલેખ આજે પણ ટીકાઓમાં જોઈ શકાય છે.
છઠું મુનિ સમેલન દેવદ્ધિ ગણિનું પુસ્તક લેખન
વાલીવાચના બીજી આચાર્ય સ્કંદિલ સૂરિએ મથુરાની વાચનામાં જે આગમ લખ્યાં હતાં તેને વારસો આચાર્ય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પાસે હતો. અને આચાર્ય નાગાર્જુને વલ્લભીમાં વાચના કરી જે આગમો લખ્યાં હતાં તેને - વારસો આચાર્ય ભૂતદિન તથા આચાર્ય કાલકરિ (ચોથા) પાસે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org