________________
હાલના સોંપ્રદાયા પ્ર. ૩
૨૯
મુશ્કેલ થઇ પડી. તેથી જૈન શ્રમણા કલિંગ દેશ તરફ્ ચાલ્યા ગયા. આ વખતે કલિંગમાં મહારાજા ભિખ્ખુંરાય મહામેધવાહન ખારવેલ
રાજ કરતા હતા.
મહારાજા ખારવેલ વૈશાલીના ગણુસત્તાક રાજતંત્રના પ્રમુખ પરમ અર્હત ઉપાસક ચેટક રાજાના વંશજ હતા. મગધરાજ શ્રેણિકના પુત્ર કેણિકે ( અજાતશત્રુ) ચેટકરાજ સાથે ભયંકર યુદ્ધ કરેલું ત્યારે ચેટક મહારાજા અનશન કરી સ્વર્ગે ગયા અને તેમને પુત્ર શૈાભનરાય નાસીને તેના સસરા કલિંગરાજ સુલેાચન પાસે ગયા. સુલેાચનરાય પણ જૈન હતા અને તેમને સતાનમાં માત્ર એક પુત્રી હતી. એટલે તેમના મૃત્યુ પછી શાભનરાય કલિંગાધિપતિ થયા.
શાભનરાયની દશમી પેઢીએ ભિખ્ખુરાય વીર સ` ૩૦૦ માં કલિંગના રાજા બન્યા. તે તેના પૂર્વજોની પેઠે જૈન ધમી અને મહા પ્રતાપી હતા. તેના ત્રણ નામેા છે—
૧. ભિ′રાય—જૈન નિચ ભિક્ષુએ-શ્રમણેાના પરમભકત હેાવાથી તે ભિખુરાય કહેવાતા.
૧. મહામેઘવાહન—એને એના પૂર્વજોથી ચાલ્યા આવતા મહામેધ જેવા હાથીનું વાહન હોવાથી મેધવાહન કહેવાતા.
૨, ખારવેલાધિપતિ——તેની રાજધાની સમુદ્ર કિનારે હોવાથી અને તેના રાજ્યની સીમા સમુદ્ર સુધી હોવાથી તે ખારવેલાધિપતિ કહેવાતા.. આ ભિખુરાયે મગધના રાજા પુષ્પમિત્રને હરાવ્યેા હતેા.
આચાર્ય હિમવ’ત કૃત સ્થવિરાવલીમાં બીજી આગમવાચનાનું વર્ણન કરતાં નીચે પ્રમાણે લખ્યું છે—
બાર દુકાળી પડી તેમાં આય મહાગિરિ તથા આય સુહસ્તિજીના અનેક શિષ્યા શુદ્ધ આહાર ન મળવાથી કુમારગિરિ ( પર્વત ) નામના તીમાં અનશન કરીને દેહમુક્ત થયા હતા. એ દુકાળના પ્રભાવથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org