________________
મૂળ જૈન ધર્મ અને સ્થૂળભદ્ર–પૂજ્ય ! હું અધ્યયનથી થાક્યો નથી પણ મને ચિંતા એમ છે કે મારી ટુંકી જીંદગીમાં મેરૂતુલ્ય શ્રુતજ્ઞાન હું કેમ પ્રાપ્ત કરી શકીશ?
ભદ્રબાહુ–વીર સ્થૂળભદ્ર ! હવે તું ફિકર નહિ કર. મારું ધ્યાન સમાપ્ત થયું છે, તે બુદ્ધિમાન છે. હું તને રાતદિવસ વાચના આપ્યા કરીશ તેથી દષ્ટિવાદને જલદી પાર આવી જશે.
ધ્યાન પૂરું થઈ ગયું હોવાથી શ્રી ભદ્રબાહુ સ્વામી તથા પૂળભદ્ર બને પાટલીપુત્રમાં આવ્યા. ત્યાં રસ્થૂળભદ્ર પ્રયત્નપૂર્વક અધ્યયન કરવા લાગ્યા. અને દશ પૂર્વ પૂરેપૂરા શિખી ગયા.
એક દિવસ પૂળભદ્ર એકાંત સ્થાને બેસીને અગીયારમું પૂર્વ યાદ કરતા હતા. તે વખતે સ્થૂળભદ્રની સંસાર પક્ષની સાત બહેન જેઓ દીક્ષા લઈ સાધ્વી થઈ હતી તેઓ ભદ્રબાહુ પાસે વંદન કરવા આવી. ત્યાં ધૂળભદ્રને જોયા નહિ એટલે તે ક્યાં છે એમ પૂછ્યું.
ભદ્રબાહુએ તેમને સ્થૂળભદ્રનું સ્થાન બતાવ્યું. એટલે સાધ્વીઓ ભાઈના દર્શન કરવા ત્યાં ગઈ.
સ્થૂળભદ્ર સાધ્વી બહેનોને પોતાની શકિતને પરિચય કરાવવાને, માટે પિતાનું રૂપ બદલીને સિંહનું રૂપ ધારણ કર્યું. સિંહને જોઈ સાધ્વીઓ ભયભીત થઈ ગઈ અને ભદ્રબાહુ પાસે આવીને કહ્યું – ક્ષમાશ્રમણ ! ત્યાં સ્થૂળભદ્રજી તે નથી પણ એક વિક્રાળ સિંહ ત્યાં બેઠો છે. કોણ જાણે સ્થૂળભદ્રજી કયાં હશે ?
ભદ્રબાહુ-આર્યાઓ ! તે સિંહ તે જ તમારો સંસાર પક્ષને ભાઈ પૂળભદ્ર છે.
આચાર્યના કહેવાથી ફરી તેઓ ત્યાં ગઈ સ્થૂળભદ્રના દર્શન થયા. તેથી આશ્ચર્યની સાથે આનંદ પામતાં સાધ્વીઓએ કહ્યુંભાઈ! તમને સિંહરૂપ જોઈને અમને તો બહુ ડર લાગ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org